November 18, 2024

અમેરિકાની સરકારી વેબસાઈટ થઈ ‘ડાઉન’

અમદાવાદ: તમે વેબસાઈટ ડાઉન થવાનું સાંભળ્યું હશે પરંતુ કયારે તમે સરકારી વેબસાઈટ એ પણ એવા દેશમાં કે જ્યાં ટેકનોલોજીનું હબ છે. ત્યારે અમેરિકાની સરકારી વેબસાઈટ ડાઉન થયાનું સામે આવ્યું છે. લગભગ 20 મિનિટ સુધી આ વેબસાઈટ બંધ રહી હતી.

પુષ્ટિ કરવામાં આવી
અમેરિકન સરકારની કેટલીક વેબસાઇટ્સ પર આઉટેજની સમસ્યા જોવા મળી હતી. જેની ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) એ ઇન્ટરનેટ વિક્ષેપની પુષ્ટિ કરવામાં આવી હતી. 20 મિનિટ સુધી આ વેબ બંધ રહી હતી. જોકે થોડા સમય પછી આ વેબ બંધ થઈ ગઈ હતી. અહેવાલો અનુસાર DHS, ICE, FEMA અને સિક્રેટ સર્વિસ સહિતની મુખ્ય સરકારી વેબસાઇટ્સ પર આઉટેજ જોવામાં આવ્યું હતું. જેની માહિતી દરેક દેશમાં થોડી જ વારમાં ફેલાઈ ગઈ હતી.

સમસ્યા દૂર થઈ
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ માહિતી આપતા જણાવ્યું હતું કે તેણે તેની વેબસાઇટ અને સંબંધિત ડોમેન્સ સાથે સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવી દેવામાં આવ્યો છે. મહત્વની અને ખાસ વાત એ છે કે આ સમસ્યા બિડેનના સ્ટેટ ઑફ ધ યુનિયનના સંબોધન દરમિયાન થઈ હતી. થોડા દિવસો પહેલા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં 1 કલાક માટે બંધ થઈ ગયા હતા. આ સમયે સોશિયલ મિડિયામાં માર્ક ઝુકરબર્ગને લઈને ખુબ મેસેજ વાયરલ થયા હતા.

અબજો રૂપિયાનું થયું નુકસાન
એક્સપર્ટ્સનું જો માનવામાં આવે તો આ એક કલાકમાં માર્ક ઝકરબર્ગને અબજો રૂપિયાનું નુકસાન થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે 1 કલાક સુધી બંધ રહેવાના કારણે માર્ક ઝકરબર્ગને 100 મિલિયન ડોલરનું નુકસાન થયું છે. જેના કારણે મેટાના શેરના ભાવમાં પણ ઘટાડો નોંધાયો હતો. આ ઘટાડામાં 1.6 ટકાનો ઘટાડો નોંધાયો હતો.