મુંબઈમાં ડૂબતી બોટમાં મદદ માટે ચીસાચીસ… 13ના મોત; 101 લોકોને બચાવાયા
Mumbai: અરબી સમુદ્રમાં કરંજાના ઉરણમાં ગેટવે ઓફ ઈન્ડિયાથી મુંબઈના એલિફન્ટા જઈ રહેલી બોટ પલટી જતાં 13 લોકોના મોત થયા હતા. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ મૃત્યુની પુષ્ટિ કરી છે. બુધવારે દુર્ઘટના વિશે માહિતી આપતાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ‘નીલકમલ’ નામની બોટ બપોરે 3.55 વાગ્યે મુંબઈના બુચર આઈલેન્ડ પર અકસ્માતનો ભોગ બની હતી.
સીએમએ કહ્યું કે સાંજે 7:30 વાગ્યા સુધીની માહિતી મુજબ, 101 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે અને અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે. માર્યા ગયેલા લોકોમાં 10 નાગરિકો અને 3 નેવીના જવાનોનો સમાવેશ થાય છે. બે લોકો ગંભીર રીતે ઘાયલ છે, જેમને નેવલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
#WATCH | Mumbai Boat Accident | The Indian Coast Guard carried out rescue operations after a ferry capsized near the Gateway of India.
(Video Source: Indian Coast Guard) pic.twitter.com/dAGOT83v2X
— ANI (@ANI) December 18, 2024
સમગ્ર ઘટનાની પોલીસ અને નેવી દ્વારા તપાસ કરવામાં આવશે.
દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, “નૌકાદળ, કોસ્ટ ગાર્ડ અને પોલીસે 11 ક્રાફ્ટ અને 4 હેલિકોપ્ટરની મદદથી બચાવ અભિયાન શરૂ કર્યું છે. ગુમ થયેલા લોકો વિશેની અંતિમ માહિતી ગુરુવાર (19 ડિસેમ્બર) સવારે ઉપલબ્ધ થશે. શોકગ્રસ્ત પરિવારોને માહિતી આપવામાં આવશે. મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂ. 10,000ની એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવશે અને સમગ્ર ઘટનાની તપાસ પોલીસ અને નૌકાદળ દ્વારા કરવામાં આવશે.
આ પણ વાંચો: દિલ્હી-NCRમાં ધુમ્મસ, 5 દિવસ હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ
નેવી, જેએનપીટી, કોસ્ટ ગાર્ડ, યલોગેટ પોલીસ સ્ટેશનની ત્રણ બોટ અને સ્થાનિક માછીમારોની મદદથી ઘટનાસ્થળે બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે બોટ ધીમે ધીમે પાણીમાં ડૂબી રહી છે. લાઈફ જેકેટ પહેરીને લોકોને અન્ય બોટમાં ખસેડવામાં આવી રહ્યા છે.
જોઈન્ટ ઓપરેશન્સ કમાન્ડ (JOC) અને BMCના જણાવ્યા અનુસાર, ‘નીલકમલ’ બોટ કરંજાના ઉરણ પાસે અચાનક ફંગોળાઈ અને પલટી ગઈ. અન્ય બોટમાંથી મુસાફરો દ્વારા કેદ કરાયેલ અકસ્માતના વીડિયોમાં, લોકો મદદ માટે ચીસો પાડતા, તરવા માટે તેમના હાથ અને પગ ફફડાવતા અથવા તેમના પ્રિયજનોને અરબી સમુદ્રના પાણીમાં ડૂબતા બચાવવાનો પ્રયાસ કરતા જોઈ શકાય છે.