January 18, 2025

નાંદોદના ગુવાર ગામે પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા, 1 મહિના બાદ ભેદ ઉકેલાયો

નર્મદા: નાંદોદના ગુવારે ગામે યુવાનની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. અહીં વિધવા પ્રમિકા અન્ય યુવાન સાથે સંબંધની શંકાએ યુવકની હત્યા કરી દેવામાં આવી હોવાની વિગતો સામે છે. આરોપી ઈશ્વર ઉર્ફે ગુલો તડવીએ મિત્ર નયનેશ તડવીને બોલાવી મિતેષ તડવી નામના યુવકની હત્યા કરી નાંખી હતી. રાજપીપળા પોલીસે બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

નાંદોદ તાલુકાના ગુવાર ગામના યુવાનની એક મહિના પહેલા હત્યા થઈ હતી. આ હત્યાની ઘટનાને લઈ રાજપીપળા પોલીસે એક મહિના સુધી હત્યારાઓને પકડી પાડવા માટે કમર કસી હતી, જેના પરિણામ સ્વરૂપે બે આજે હત્યાનો આ ભેદ ઉકેલાઈ ગયો છે અને હત્યા પાછળનો મકસદ પણ સામે આવ્યો છે.

આ પણ વાંચો: હાઈવે પર ચોર અને ધાડપાડુઓથી કેવી રીતે બચવું? ભૂલથી પણ ગાડીમાંથી ના ઉતરશો

પ્રાપ્ત માહિતી અનુસાર, વિધવા પ્રેમિકા અન્ય યુવાન સાથે આડા સબંધ હશે તેવી શંકાએ ધારિયાના ઘા મારી એક યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. જોકે શરૂઆતમાં રાજપીપળા પોલીસને હત્યાનો કોઈ સુરાગ નહીં મળતા આ અન-ડીટેકટ મર્ડરના ગુનાનો ભેદ ઉકેલવા LCB SOG અને રાજપીપળા ટાઉન પોલીસની ટીમો કામે લાગી હતી. લાછરસ ગુવાર સહીત આજુબાજુના ગામોના 100થી વધુ લોકોની પૂછપરછ બાદ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ગુવાર ગામનો 30 વર્ષીય મિતેશ તડવીને બાઈક પર બેસાડી સીમમાં લઇ જઈ તું મારી પ્રેમિકા સાથે કેમ બોલે છે કહી ઝગડો કર્યો હતો. આ બોલાચાલીમાં મારવાના ઇરાદે ધારિયું લઈને આવેલ ઇશ્વર ઉર્ફે ગુલો તડવીએ ધારિયાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જેની મદદ માટે નયનેશ તડવીને બોલાવતા આ હત્યાના ગુનામાં તે પણ આરોપી બન્યો છે. પોલીસે બંનેને હત્ નો ગુનો કબુલતા તેમની ધરપકડ કરી રાજપીપળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.