December 26, 2024

કરોડો ખેડૂતો માટે મોટા સમાચાર, PM કિસાનના 17મા હપ્તાની તારીખની જાહેર

PM Kisan Yojana 17th installment: PM કિસાન લાભાર્થીઓ માટે સારા સમાચાર છે. આવતા અઠવાડિયે કરોડો ખેડૂતોના ખાતામાં 17મો હપ્તો જારી કરવામાં આવશે. વાસ્તવમાં, સરકારે પીએમ કિસાનના 17મા હપ્તાની રિલીઝની તારીખને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે 18 જૂને બનારસથી PM કિસાન યોજનાનો 17મો હપ્તો જાહેર કરશે. આ અંતર્ગત 9.3 કરોડ ખેડૂતોને અંદાજે ₹20,000 કરોડની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે.

શું છે યોજના?
નોંધનીય છે કે, તમને જણાવી દઈએ કે PM કિસાન સન્માન નિધિ યોજના વિશ્વની સૌથી મોટી DBT યોજના છે. જેના દ્વારા ખેડૂતોને વાર્ષિક ₹6000 ની આર્થિક સહાય આપવામાં આવે છે. ખેડૂતો આ યોજના હેઠળ મેળવેલી ₹6000ની રકમનો ઉપયોગ તેમની ખેતીની જરૂરિયાતો જેવી કે ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ વગેરે ખરીદવા માટે કરી શકે છે અને કૃષિ ક્ષેત્રમાં તેમના ખર્ચ ઘટાડી શકે છે અને વધુ નફો મેળવી શકે છે.

મોદીએ પીએમ બનતાની સાથે જ સહી કરી દીધી હતી
સતત ત્રીજી વખત ભારતના વડા પ્રધાન તરીકે શપથ લીધા પછી નરેન્દ્ર મોદીએ સોમવારે જે પ્રથમ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા હતા, તે PM કિસાન નિધિના 17મા હપ્તાના પ્રકાશન સાથે સંબંધિત છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વડા પ્રધાને કહ્યું કે નવી સરકારનો પ્રથમ નિર્ણય ખેડૂતોના કલ્યાણ પ્રત્યે તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને આવનારા સમયમાં સરકાર ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર માટે વધુ કરવાનું ચાલુ રાખવા માંગે છે. મોદીએ રવિવારે સાંજે સતત ત્રીજી વખત ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.