December 28, 2024

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત પોલીસ બેડામાં બદલીઓનો ધમધમાટ

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તે પહેલા ગુજરાત પોલીસમાં મોટાપાયે બદલી કરવામાં આવી રહી છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા લોકસભાની ચૂંટણી પહેલા ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. તાજેતરમાં 30 જાન્યુઆરીએ 50 IASની બદલી કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત રાજ્યમાં ગૃહ વિભાગે એકસાથે હથિયારધારી 43 PSI અને 551 બિન હથિયારધારી PSIની બદલીનો ઓર્ડર કર્યો છે.

આ ઉપરાંત સરકારે એકસાથે રાજ્યમાં 232 બિન હથિયારધારી PIની બદલીનો ઓર્ડર કર્યો છે. ત્યારે ગુજરાત પોલીસ બેડામાં બદલીઓનો દોર યથાવત છે. રાજ્યના હથિયારી અને બિન હથિયારી PSI ની મોટા પાયે બદલી કરાઈ છે. 551 બિન હથિયારી PSI ની એક સાથે બદલી કરાઈ છે. 43 જેટલા હથિયારી PSI ની પણ બદલી કરાઇ છે.

ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્યના 50 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. મોટાભાગના અમદાવાદના DDO અને કલેકટરનો બદલીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બદલી કરાઈ છે.

નોંધનીય છે કે આ પહેલા રાજ્યના 38 ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓના બદલીના આદેશ આપવામાં આવ્યા હતા. રાજ્યના 38 ડેપ્યુટી કલેકટર કક્ષાના અધિકારીઓની બદલી કરવામા આવી હતી. 12 GAS કેડરના અધિકારીઓને રેવન્યુ વિભાગમાં નિમણૂક આપવામાં આવી હતા. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે બદલીના આદેશ કર્યા હતા.