December 17, 2024

જામનગર મહાપાલિકાની સામાન્ય સભા હંગામેદાર બની, પક્ષ-વિપક્ષ આમને-સામને

સંજય વાઘેલા, જામનગર: આજે જામનગર મહાનગરપાલિકાની જનરલ સભા મળી હતી. આ વખતના જનરલ બોર્ડમાં વિપક્ષ અને સત્તા પક્ષ વચ્ચે જોરદાર દલીલો થઈ હતી. તો પ્રશ્નોતરી સેશન દરમ્યાન મનપાના અધિકારીઓને આપવામાં આવેલી બઢતીના મુદ્દે બંને પક્ષના કોર્પોરેટરો ઉભા થઈ ગયા હતા અને ઉગ્ર દલીલો કરી હતી.

આ વખતના જનરલ બોર્ડમાં જામનગર મહાનગર પાલિકાએ શ્રાવણી મેળાના આયોજનમાં જરૂરી દિશા નિર્દેશ આપ્યા છે અને ફાયર, આરોગ્ય, એસ્ટેટ, સિક્યુરિટી સહીતની વ્યવસ્થા કરી હોવાનું મેયર વિનોદ ખીમસૂર્યાએ જણાવ્યું હતું. તો જામનગરમાં નવી ટીપી સ્કીમને લઈને પણ વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ સિવાય વિપક્ષે શહેરમાં વકરી રહેલા રોગચાળા, ગાયના મોતને લઈને સવાલો કર્યા હતા. જેના અધોકારીઓએ વિગતવાત જવાબ પણ આપ્યા હતા.