December 23, 2024

Lok Sabha 2024: કોંગ્રેસની પ્રથમ યાદી આજે થઈ શકે છે જાહેર!

દિલ્હી: લોકસભાની ચૂંટણી હવે થોડા જ મહિનામાં આવી રહી છે. આ પહેલા દરેક પાર્ટીના નેતાઓ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. રાહુલ ગાંધી વાયનાડથી ફરીથી ચૂંટણી લડવાના છે. ત્યારે કોંગ્રેસની પહેલી યાદી આજે આવી શકે છે.

ચૂંટણી ઉમેદવારોની રેસમાં
કોંગ્રેસમાં પણ આગામી લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોને લઈને મંથન તેજ જોવા મળી રહ્યું છે. આ યાદીમાં રાહુલ ગાંધી કેરળની વાયનાડ સીટ પરથી ફરી એકવાર ચૂંટણી લડવાના છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના જમાઈનું નામ પણ ચૂંટણી ઉમેદવારોની રેસમાં નામ જોવા મળી રહ્યું છે. CECની બેઠકમાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 60 લોકસભા બેઠકો પર ચર્ચા કરવામાં આવી હતી.

ભુપેશ બઘેલ પણ ચૂંટણી લડશે
તિરુવનંતપુરમથી કોંગ્રેસના સાંસદ શશિ થરૂર ફરીથી આ બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતા સેવાઈ રહી છે. AICCના દિલ્હી પ્રભારી દીપક બાબરિયાએ જણાવ્યું કે, દિલ્હીના ઉમેદવારો માટે પ્રાથમિક ચર્ચાઓ કરવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે હજૂ સુધી કોંગ્રેસે કોઈ ઉમેદવારની જાહેરાત કરી નથી. ગયા અઠવાડિયે ભાજપે લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી છે. અહિંયા એ પણ વાત જણાવી જરૂરી છે કે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવવાના છે તે પહેલા કોંગ્રેસના મોટા ચહેરાઓના રાજીનામા પડી રહ્યા છે.

જાહેરાત કરવામાં આવશે
લોકસભા ચૂંટણી માટે બીજેપી દ્વારા 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થતાં જ 2 ઉમેદવારોએ તેમની ટિકિટ પરત કરી હતી. આસનસોલથી પવન સિંહ અને બારાબંકી બેઠક પરથી ઉપેન્દ્ર રાવતે કેન્દ્રીય નેતૃત્વને અપીલ કરતાં ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો. તેનું કારણ પવન સિંહ અશ્લીલ અને ડબલ મીનિંગ ભોજપુરી ગીતોથી ઘેરાયેલો હતો, જ્યારે ઉપેન્દ્ર સિંહ રાવતનો એક વીડિયો વાયરલ થયો હતો. આ બંને કિસ્સાઓને કારણે ભાજપને પણ બદનામીનો સામનો કરવો પડ્યો હતો. હવે તેમાંથી બોધપાઠ લઈને નેતાગીરીએ ઉમેદવારોની સંપૂર્ણ ચકાસણી કરવાનો નિર્ણય લીધો છે અને પૂરતી ચકાસણી બાદ જ કોઈ નેતાના નામની જાહેરાત કરવામાં આવશે.