January 22, 2025

નૈનીતાલના જંગલમાં લાગી ભીષણ આગ, સેનાના હેલિકોપ્ટરથી પાણીનો છંટકાવ

Nainital Forest Fire : નૈનીતાલના જંગલમાં આગ એ વિકરાળ સ્વરૂપ લઇ લીધું છે. નૈનીતાલના ભવાલી રોડ પાસે આગ ભભૂકી ઉઠી છે. સેનાએ ચાર્જ સંભાળી લીધો છે. હેલિકોપ્ટર દ્વારા આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગ ઓલવવામાં લાગેલા હેલિકોપ્ટર નૈનીતાલના ભીમતાલ તળાવમાંથી પાણી લઇ રહ્યા છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પોતે આજે નૈનીતાલના હલ્દવાની પહોંચી રહ્યા છે. જ્યાં તેઓ જંગલમાં આગ રોકવા માટે ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરશે. તે અસરગ્રસ્ત વિસ્તારોની પણ મુલાકાત લેશે.

નૈનીતાલના ભવાલી રોડ પાસે આગ ભભૂકી ઉઠી છે. આ પછી સેનાએ ચાર્જ સંભાળી લીધો છે. હેલિકોપ્ટર દ્વારા આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બાગેશ્વરમાં પણ જંગલોમાં ભીષણ આગ લાગી છે. બાગેશ્વરના ગડગાંવ પાસે ચંડિકા મંદિર પાસે અને ડીએમ ઓફિસ પાસેના જંગલો સળગવા લાગ્યા. જિલ્લા મુખ્યાલયને અડીને આવેલા પૌરીધરમાં જંગલની આગ વસ્તી સુધી પહોંચી હતી.

આગ ઓલવવાના પ્રયાસ
નૈનીતાલના જંગલોમાં લાગેલી આગ પર ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે જંગલમાં લાગેલી આગ અમારા માટે એક મોટો પડકાર છે. અમે આના પર સતત કામ કરી રહ્યા છીએ. અમે સેનાની પણ મદદ લીધી છે. આ આગને વહેલી તકે કાબૂમાં લાવવાનો અમારો પ્રયાસ રહેશે. અમે તેના પર કામ કરી રહ્યા છીએ.

ભીમતાલથી પાણી લાવી આગ ઓલવવાનો પ્રયાસ
નૈનીતાલના જંગલમાં છેલ્લા 36 કલાકથી લાગેલી આગને કાબૂમાં લેવા માટે ભારતીય વાયુસેના અને ભારતીય સેનાનું ઓપરેશન ચાલી રહ્યું છે. આગ પર કાબૂ મેળવવા માટે IAF MI-17 હેલિકોપ્ટરથી પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. હેલિકોપ્ટર ભીમતાલથી પાણી લાવી જંગલમાં લાગેલી આગને ઓલવવાનો પ્રયાસ કરી રહ્યા છે.