November 22, 2024

T20 World Cup, IND vs SA : ભારત બન્યું વર્લ્ડ ચેમ્પિયન, રોમાંચક ફાઇનલમાં સાઉથ આફ્રિકાની હાર

T20 World Cup IND vs SA Final: T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચે બાર્બાડોસના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી રહી છે. ICC ટી 20 વર્લ્ડકપ 2024ની ફાઇનલ મેચમાં ભારત સામે સાઉથ આફ્રિકાનો મુકાબલો થયો હતો. જેમાં ભારે રસાકસી બાદ ભારતનો ભવ્ય વિજય થયો છે. આ સાથે હાર્દિક પંડ્યા અને બુમરાહની ઓવરનું ખૂબ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. ભારતીય ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવીને બીજી વખત T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી છે. ભારતે આપેલા 177 રનના લક્ષ્યમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 8 વિકેટે 169 રન બનાવીને 7 રનથી મેચ હારી ગઈ હતી. આ સાથે વિરાટ કોહલીએ પણ મહત્ત્વની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આ મારો છેલ્લો T20 વર્લ્ડ કપ છે.

ભારત બીજી વખત T20માં ચેમ્પિયન બન્યું છે
ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવીને બીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો છે.

ભારતે દક્ષિણ આફ્રિકાને 177 રનનો લક્ષ્યાંક આપ્યો
જસપ્રીત બુમરાહે માર્કો યેનેસનને ક્લીન બોલિંગ કરીને ભારતને છઠ્ઠી સફળતા અપાવી હતી. તેણે યેનેસનને 2ના સ્કોર પર પેવેલિયન મોકલી દીધો હતો. ભારતે દક્ષિણ આફ્રિકાને 177 રનનો લક્ષ્યાંક આપ્યો છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 7 વિકેટે 176 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી કોહલીએ સૌથી વધુ 76 રનની ઇનિંગ્સ રમી હતી જ્યારે નોર્કિયા અને મહારાજે બે-બે વિકેટ લીધી હતી.

અર્શદીપે ડી કોકને પેવેલિયન મોકલ્યો, સ્કોર 157/6
અર્શદીપ સિંહે ભારતને ચોથી સફળતા અપાવી. ડી કોકને કુલદીપના હાથે અર્શદીપે બાઉન્ડ્રી પાસે કેચ કરાવ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ 13 ઓવરમાં 4 વિકેટે 109 રન બનાવ્યા છે. હેનરિક ક્લાસને મેચમાં રોમાંચ લાવ્યો . ક્લાસેન અડધી સદી ફટકાર્યા બાદ રમી રહ્યો છે. દક્ષિણ આફ્રિકાને 24 બોલમાં 26 રનની જરૂર છે.

દક્ષિણ આફ્રિકાની ત્રીજી વિકેટ પડી, સ્ટબ્સ આઉટ
અક્ષર પટેલે ટ્રિસ્ટન સ્ટબ્સને ક્લીન બોલિંગ કરીને ભારતને ત્રીજી સફળતા અપાવી હતી. સ્ટબ્સ 21 બોલમાં 31 રન બનાવીને આઉટ થયો હતો. દક્ષિણ આફ્રિકાએ 9 ઓવરમાં 73 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી.

દક્ષિણ આફ્રિકાને બીજો ફટકો, કેપ્ટન માર્કરમ પણ આઉટ
બુમરાહ બાદ અર્શદીપ સિંહે સાઉથ આફ્રિકાને બીજો ઝટકો આપ્યો હતો અને અર્શદીપને વિકેટકીપર પંતના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. માર્કરમ 4 રન બનાવીને આઉટ થયો હતો.

બુમરાહે હેન્ડ્રિક્સને ક્લીન બોલ્ડ કર્યો હતો
જસપ્રીત બુમરાહે ભારતને શાનદાર શરૂઆત અપાવી છે. બુમરાહે ઓપનર રીઝા હેન્ડ્રીક્સને ક્લીન બોલ્ડ કર્યો. રીઝા 5 બોલમાં 4 રન બનાવીને આઉટ થયો હતો. દક્ષિણ આફ્રિકાને પ્રથમ ઝટકો 7 રન પર લાગ્યો હતો.

કોહલી 76 રન બનાવીને આઉટ થયો 
ભારતીય ટીમે 163ના સ્કોર પર વિરાટ કોહલીની વિકેટ ગુમાવી દીધી હતી. કોહલીએ 76 રનની ઇનિંગ રમી હતી. હાર્દિક પંડ્યા શિવમ દુબેના સમર્થનમાં આવ્યો છે.

કોહલીની અડધી સદી
વિરાટ કોહલી અડધી સદી ફટકાર્યા બાદ ક્રિઝ પર હાજર. તેણે 48 બોલમાં પોતાની ફિફ્ટી ફટકારી હતી. ભારતે 17 ઓવરમાં 4 વિકેટે 134 રન બનાવ્યા છે.

અક્ષર પટેલ 47 રન બનાવીને આઉટ, ભારતને ચોથો ઝટકો
ભારતીય ટીમે તેની ચોથી વિકેટ અક્ષર પટેલના રૂપમાં ગુમાવી હતી. અક્ષર પટેલ 47 રન બનાવીને રનઆઉટ થયો હતો. ભારતે 106 રનમાં ચોથી વિકેટ ગુમાવી હતી.

ભારતનો સ્કોર 100ને પાર
ભારતીય ટીમે 14મી ઓવરમાં 100 રન પૂરા કર્યા. અક્ષર પટેલે સિક્સર ફટકારીને ભારતના સ્કોરને 100 રનની પાર પહોંચાડી દીધો હતો. કોહલી અને અક્ષર વચ્ચે 50થી વધુ રનની ભાગીદારી થઈ છે.

ભારતનો સ્કોર 10 ઓવરમાં 75/3
ભારતે 10 ઓવરમાં 3 વિકેટે 75 રન બનાવ્યા છે. કોહલી અને અક્ષર પટેલ ક્રિઝ પર. કોહલી 36 અને અક્ષર પટેલ 26 રન બનાવીને ક્રિઝ પર છે.

અક્ષર પટેલે માર્કરમ પર સિક્સર ફટકારી
અક્ષર પટેલે આઠમી ઓવરમાં એડન માર્કરામ પર શાનદાર સિક્સર ફટકારી હતી. આ ઓવરમાં કુલ 10 રન આવ્યા. વિરાટ કોહલી 24 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 29 રન બનાવ્યા છે. જ્યારે અક્ષર પટેલ 13 બોલમાં એક ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 18 રન બનાવ્યા છે. બંને વચ્ચે 21 બોલમાં 25 રનની ભાગીદારી છે.

6 ઓવરમાં ભારતનો સ્કોર 45/3 
પાવરપ્લેમાં ભારતે 3 વિકેટે 45 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને રિષભ પંત સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. વિરાટ અને અક્ષર પટેલ ક્રિઝ પર હાજર છે.

સૂર્યકુમાર યાદવ આઉટ, ભારતની 3 વિકેટ પડી, સ્કોર 39/3
ભારતીય ક્રિકેટે પ્રથમ 5 ઓવરમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. સૂર્યા ક્લાસેનના હાથે રબાડાના હાથે કેચ આઉટ થયો હતો. સૂર્યા 4 બોલમાં 3 રન બનાવીને આઉટ થયો હતો. ભારતે 5 ઓવરમાં 3 વિકેટે 39 રન બનાવ્યા છે.

રોહિત-પંત આઉટ, સ્કોર 23/2
ભારતે પ્રથમ 2 ઓવરમાં 2 વિકેટ ગુમાવી દીધી છે. રોહિત બાદ પંત પણ પેવેલિયન પરત ફર્યો છે. બીજી ઓવરમાં ભારતે તેની બંને વિકેટ ગુમાવી દીધી હતી. પંત ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. બંને વિકેટ કેશવ મહારાજના ખાતામાં ગઈ.

ભારતની પ્રથમ વિકેટ પડી, રોહિત આઉટ, સ્કોર 23/1
ભારતને પહેલો ઝટકો રોહિત શર્માના રૂપમાં લાગ્યો હતો. રોહિત 5 બોલમાં 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તે મહારાજના બોલ પર ક્લાસને કેચ આઉટ થયો હતો.

ટીમ ભારતની શાનદાર શરૂઆત
ભારતે શાનદાર શરૂઆત કરી છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઓવરમાં 15 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ પ્રથમ ઓવરમાં જ ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે બીજી ઓવરમાં રોહિતે મહારાજના બોલ પર સતત બે ચોગ્ગા ફટકાર્યા હતા.

  • ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન
    ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ અને જસપ્રિત બુમરાહ.
  • દક્ષિણ આફ્રિકાની પ્લેઈંગ ઈલેવન
    સાઉથ આફ્રિકાની પ્લેઈંગ ઈલેવન: ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રીઝા હેન્ડ્રીક્સ, એઈડન માર્કરામ (કેપ્ટન), ટ્રસ્ટન સ્ટબ્સ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), ડેવિડ મિલર, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, એનરિચ નોર્ટજે અને તબરાઈઝ શમ્સી.