December 22, 2024

આ મેદાન પર રમાશે IPL 2024ની ફાઇનલ મેચ

IPL 2024: આઈપીએલ 2024ની શરૂઆત થઈ ગઈ છે. હાલ સુધીમાં ત્રણ મેચ રમાઈ ગઈ છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે. જેને લઈને પ્રથમ તબક્કાના શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રથમ તબક્કામાં 7 એપ્રિલ સુધી મેચનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ક્રિકેટ ચાહકો રાહ જોઈ રહ્યા છે કે IPL 2024ની ફાઇનલ મેચ ક્યાં રમાશે? જેને લઈને એક અપડેટ સામે આવ્યું છે આવો જાણીએ.

આ મેદાન પર ફાઇનલ મેચ રમાશે
પીટીઆઈના અહેવાલમાં જે માહિતી આપવામાં આવી છે તે અનુસાર ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની ફાઈનલ મેચ 26 મેના રોજ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાવાની છે. બીજી ક્વોલિફાયર પણ ચેન્નાઈમાં રમાવાની છે. આ રીપોર્ટ અનુસાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્વોલિફાયર અને એલિમિનેટરનું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય ચૂંટણીની તારીખોને ધ્યાનમાં રાખીને બાકીની આઈપીએલ મેચોના શેડ્યૂલને અંતિમ સ્વરૂપ આપ્યું છે.

શેડ્યૂલને અંતિમ સ્વરૂપ
ગત સિઝનમાં IPLની પ્રથમ અને અંતિમ મેચો માત્ર વિજેતા ટીમના હોમ ગ્રાઉન્ડ પર જ રમાઈ હતી. આઈપીએલ મેચોના શેડ્યૂલને અંતિમ સ્વરૂપ થોડા જ દિવસમાં જાહેર કરવામાં આવી શકે છે. ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલ 2024માં જીત સાથે શરૂઆત કરી દીધી છે. હવે આવનારા દિવસમાં જોવાનું રહ્યું કે કોણને મળે છે જીત અને કોને કરવો પડી શકે છે હારનો સામનો.