January 10, 2025

સર્વપક્ષીય બેઠકમાં લેવાયો નિર્ણય, આવતીકાલથી સંસદમાં હંગામો બંધ થશે! 13-14 ડિસેમ્બરે બંધારણ પર ચર્ચા

Parliament logjam ends: લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સોમવારે (2 ડિસેમ્બર 2024) અનેક રાજકીય પક્ષોના નેતાઓને મળ્યા. આ સર્વપક્ષીય બેઠકમાં સંસદમાં ચાલી રહેલી મડાગાંઠને ખતમ કરવાના ઉપાયો પર ચર્ચા કરવામાં આવી હતી. તેમણે તમામ સભ્યોને ગૃહની કાર્યવાહી સુચારૂ રીતે ચાલવા દેવા અપીલ કરી હતી. બેઠકમાં તમામ પક્ષોના પ્રતિનિધિઓએ 3 ડિસેમ્બરથી લોકસભાની કાર્યવાહી સુચારૂ રીતે ચલાવવા માટે સંમતિ દર્શાવી છે. 13 અને 14 ડિસેમ્બરે બંધારણ પર વિશેષ ચર્ચાનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમિયાન બંધારણના મહત્વ અને તેના અનેક પાસાઓ પર ગૃહમાં ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે. તે જ સમયે, 16 અને 17 ડિસેમ્બરે રાજ્યસભામાં આ જ મુદ્દા પર ચર્ચા થશે.

બેઠકમાં ઉપસ્થિત રાજકીય પક્ષોના નેતાઓ
આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ, અર્જુન રામ મેઘવાલ, કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈ, કોંગ્રેસ નેતા સુપ્રિયા સુલે, ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જી સહિત ઘણા અગ્રણી નેતાઓએ હાજરી આપી હતી. આ બેઠકમાં સમાજવાદી પાર્ટીના સાંસદ ધર્મેન્દ્ર યાદવ પણ હાજર હતા.