September 20, 2024

ક્રાઇમ બ્રાન્ચનાં પ્રાંગણમાં યુવતીનો આપધાત કેસમાં થયો મોટો ખુલાસો!

પીઆઈ ખાચરથી કંટાળી યુવતીએ જીવન ટૂંકાવ્યું હોવાની આશંકા - ઇન્સેટમાં પીઆઈ ખાચરની ફાઇલ તસવીર

અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં એક મહિલા ડોક્ટરનું મોત થયું છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક સ્થાનિક પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. મહત્વનું છે કે, આ યુવતીના પર્સમાંથી સુસાઇડ નોટ મળી આવી છે. ત્યારે તેણે આપઘાત કર્યો છે કે તેનું કુદરતી મોત થયું છે તે નક્કી કરી શકાતું નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ આ રહસ્યનો ખુલાસો થશે.

શું ખુલાસો થયો?
ગઈ કાલ સાંજે ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં એક મહિલા ડોક્ટરનું મોત થયાના સમાચાર સામે આવતાની સાથે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે પોલીસે તપાસનો ધમધમાટ રાતોરાત શરૂ કરી દીધો હતો. પોલીસે તપાસ કરતાં મૃતક મહિલાના પર્સમાંથી 15 પેજની ઇગ્લિશમાં લખેલી સુસાઈટ નોટ મળી આવી છે. આ સુસાઈટ નોટમાં PI બી.કે ખાચર વિરુદ્ધ આક્ષેપ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રેમ સંબધ હોવાની આશંકા
પોલીસે તપાસ કરતા મહિલાના પર્સમાંથી સુસાઈટ નોટ મળી આવી હતી. જેમાં આર્થિક ગુના નિવારણ શાખામાં ફરજ બજાવતા પીઆઈ બીકે ખાચરને ડૉક્ટર યુવતી સાથે પ્રેમ સબંધ હોવાનું જાણવા મળ્યું હતું. પીઆઈ ખાચરથી કંટાળી યુવતીએ જીવન ટૂંકાવ્યું હોવાનો આક્ષેપ લગાવામાં આવ્યો છે. પોલીસની તપાસ હજૂ ચાલું છે. જોકે મહિલાએ કેવી રીતે આપધાત કર્યો તે યુવતીનાં પીએમ કર્યા બાદ જ જાણી શકાશે.

પોલીસે તપાસ શરૂ કરી
આ કેસની વધુ તપાસ ચાલી રહી છે. યુવતી એ આર્થિક ગુના નિવારણ શાખા કચેરી બહાર જ કર્યો આપધાત કરતા ઘણા સવાલો થઈ રહ્યા છે. આવનારા દિવસોમાં મહિલાનું પીએમ કર્યા બાદ ઘણી માહિતી મળશે. સમગ્ર કેસની તપાસ ગાયકવાડ હવેલી પોલીસે કરી રહી છે. આપધાતના બનાવો સતત વધી રહ્યા છે. નાની નાની વાતમાં આજના યુવાનો મોતને પસંદ કરી રહ્યા છે. જોકે આ કેસને લઈને પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.