રાષ્ટ્રપતિ ભવનનો ‘દરબાર હૉલ’ હવે ‘ગણતંત્ર મંડપ’ તરીકે ઓળખાશે
દિલ્હી: મોદી સરકારના શાસનમાં સરકારી ઇમારતોના નામ બદલવાનો સિલસિલો સતત ચાલી રહ્યો છે. આ જ કડીમાં હવે રાષ્ટ્રપતિ ભવન પણ સામેલ થઈ ગયું છે. રાષ્ટ્રપતિ ભવનના દરબાર હૉલ અને અશોક હૉલના નામ બદલી દેવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, રાષ્ટ્રપતિ ભવનનો દરબાર હૉલ હવે ગણતંત્ર મંડપ તરીકે ઓળખાશે. તો અશોક હૉલનું નામ બદલીને અશોક મંડપ કરી દેવામાં આવ્યું છે.
દરબાર હોલ એ સ્થળ છે જ્યાં રાષ્ટ્રીય પુરસ્કારો આપવામાં આવે છે, જ્યારે અશોક હોલ મૂળ રૂપે એક બોલરૂમ હતો. સરકારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે ‘દરબાર’, જેનો અર્થ ભારતીય શાસકો અને અંગ્રેજોની અદાલતો અને સભાઓ એવો થાય છે, ભારત પ્રજાસત્તાક બન્યા પછી તેની સુસંગતતા ગુમાવી દીધી છે.
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ગણતંત્રની અવધારણા પ્રાચીન કાલથી જ ભારતીય સમાજમાં ઊંડાણથી સામેલ છે, એટલે ‘ગણતંત્ર મંડપ’ આ સ્થળનું યોગ્ય નામ છે.”
નામ બદલવા પર સરકારની દલીલ
અશોક હૉલનું નામ બદલવાના નિર્ણય પર સરકારે કહ્યું છે કે ‘અશોક મંડપ’ નામ ‘ભાષામાં એકરૂપતા લાવે છે અને અંગ્રજીકરણના નિશાન ખતમ કરી ડે છે અને સાથે સાથે ‘અશોક’ શબ્દ સાથે જોડાયેલા મૂળ મૂલ્યોને પણ જાળવી રાખે છે.