December 23, 2024

મુખ્યમંત્રીએ કર્યું ખંભાળિયાના પુરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ

દેવભૂમિ દ્વારકા: છેલ્લા કેટલાય દિવસોથી સમગ્ર ગુજરાતમાં મેઘો કોપાયમાન થયો હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં તેમાં પણ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં તેમાં પણ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. અનેક ગામો અને શહેરો જળમગ્ન થઈ ગયા છે. તો દેવભૂમિ દ્વારકાની પૂરની સ્થિતિની સમીક્ષા કરવા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખંભાળિયાનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પુરગ્રસ્ત દ્વારકા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. મુખ્યમંત્રીએ ખંભાળિયા ખાતે પૂરની સ્થિતિનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીએ ખંભાળિયાના રામનગર ખાતે હવાઈ નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે રાજ્યના ચીફ સેકેટરી અને સાંસદ પૂનમબેન માડમ, મંત્રી મુળું બેરા પણ હાજર રહ્યા હતા.

 

વધુમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુરગ્રસ્ત વિસ્તારોના પ્રભાવિત લોકો સાથે પણ મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ આશ્રય સ્થાનની પણ મુલાકાત કરી હતી. જ્યાં પૂર પ્રભાવિત લોકોને આશ્રય આપવામાં આવ્યો ત્યાં મુખ્યમંત્રીએ મુલાકાત કરી લોકો સાથે વાત કરી હતી અને તેમની સ્થિતિ જાણવા પ્રયાસ કર્યો હતો.
પુરગ્રસ્ત વિસ્તારોના સ્થળાંતર કરાયેલ લોકોના આશ્રય સ્થાનની મુલાકાત લીધા બાદ ખંભાળિયામાં પહોંચેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હેલિપેડથી રામનગર કણઝાર હોટેલ પાસે આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પણ મુલાકાત લીધી હતી.