January 21, 2025

ગાંધીનગર ખાતે CM ભૂપેન્દ્ર પટેલે BJP કાર્યકર્તાઓ સાથે બૃહદ બેઠક યોજી

મલ્હાર વોરા, ગાંધીનગર: ગાંધીનગર ખાતે આજે રાજ્યના મુખ્યમંત્રીએ બીજેપી પાર્ટીના કાર્યકતાઓ સાથે બૃહદ બેઠક કરી હતી. આ બેઠકમાં ગાંધીનગર માણસા વિધાનસભા ધારાસભ્ય જે એસ પટેલ, ગાંધીનગર ઉત્તર બેઠકના ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગર દક્ષિણ બેઠકના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, અમદાવાદના લોકસભાના ઉમેદવાર હસમુખ પટેલ, ગાંધીનગર શહેર અને જિલ્લાના પ્રમુખ તદુપરાંત ભાજપના તમામ કાર્યકર્તાઓ શહીદ ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તમામ કાઉન્સિલરો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

જોકે ગાંધીનગર સેક્ટર 12માં મુખ્યમંત્રીની અધ્યક્ષતા હેઠળ મળેલી બૃહદ બેઠકમાં ગાંધીનગર લોકસભામાં ચૂંટણીલક્ષી કેવી કામગીરી કરવી તેને લઈને ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી, જોકે પાર્ટી હાઈ કમાન દ્વારા 400 સીટોનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે અને ઉપરાંત દરેક સીટ દીઠ પાંચ લાખથી વધુ લીડ હાંસલ કરવાનું પણ નક્કી કર્યું છે, કેવા પ્રકારનું માઇક્રો પ્લાનિંગ કરીને ઉમેદવારને જીતાડવામાં આવે તે મામલે મનોમંથન કરવામાં આવ્યું હતું, જો કે ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહને 11લાખ જેટલા લીડ અપાવવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે કે આ પ્રકારની રણનીતિ તૈયાર કરવી તેને લઈને આ બેઠકમાં ચર્ચા કરાઈ હતી.