December 22, 2024

કરીનાની ફિલ્મને ‘તુમ્બાડ’એ આપી ટક્કર! જાણો બે દિવસમાં કોણે કેટલી કરી કમાણી?

The Buckingham Murders Box Office Collection : Netflix પર ગયા વર્ષે ‘જાને જાન’ અને ‘Crew’પછી આ વર્ષની શરૂઆતમાં કરીના કપૂર તેની ક્રાઇમ થ્રિલર સાથે પાછી ફરી હતી. કરીના કપૂર સ્ટારર ‘ધ બકિંગહામ મર્ડર્સ’ 13 સપ્ટેમ્બરના રોજ થિયેટરોમાં આવી હતી. જેમાં તે બ્રિટિશ-ભારતીય જાસૂસની ભૂમિકામાં જોવા મળે છે. શરૂઆતના દિવસે ફિલ્મની કમાણી કંઈ ખાસ રહી ન હતી. જો કે દર્શકો અને વિવેચકોએ ફિલ્મની પ્રશંસા કરી છે. ફિલ્મે રિલીઝના પહેલા દિવસે 1.15 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. રિલીઝ થયા બાદ આ ફિલ્મના ખૂબ વખાણ થયા હતા. પરંતુ કમાણીના મામલે તે નિરાશાજનક હતી. જો કે, બીજા દિવસની કમાણીમાં થોડો વધારો થયો છે. પરંતુ જો વીકએન્ડના સંદર્ભમાં જોવામાં આવે તો તે ખૂબ જ ઓછો છે.

‘ધ બકિંગહામ મર્ડર્સ’ આ અઠવાડિયે રિલીઝ થનારી એકમાત્ર બોલિવૂડ ફિલ્મ છે, જે ફરીથી રિલીઝ થયેલી ફિલ્મો ‘તુમ્બાડ’ અને ‘વીર-ઝારા’નો સામનો કરે છે. ‘ધ બકિંગહામ મર્ડર્સ’ અને ‘તુમ્બાડ’ એક જ દિવસે રિલીઝ થઈ હતી. ફરીથી રિલીઝ થવા છતાં, ‘તુમ્બાડ’એ કમાણીની બાબતમાં ‘ધ બકિંગહામ મર્ડર્સ’ને પાછળ છોડી દીધી છે. ‘તુમ્બાડ’ એ પહેલા દિવસે 1.65 કરોડ રૂપિયાની કમાણી કરી હતી એટલે કે ‘ધ બકિંગહામ મર્ડર્સ’ કરતા 50 લાખ રૂપિયા વધુ. જો આપણે બીજા દિવસની કમાણી પર નજર કરીએ તો સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, ‘ધ બકિંગહામ મર્ડર્સ’એ 1.90 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જ્યારે ‘તુમ્બાડ’ની કમાણી 2.50-2.75 કરોડ રૂપિયાની વચ્ચે હોવાનું કહેવાય છે.

ફરીથી રિલીઝ થયા પછી, જ્યારે ‘તુમ્બાડ’એ માત્ર બે દિવસમાં 4 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે. ત્યારે કરીનાની ‘ધ બકિંગહામ મર્ડર્સ’ નવી ફિલ્મ હોવા છતાં, માત્ર 3 કરોડ રૂપિયા જ પાર કરી શકી છે. ‘ધ બકિંગહામ મર્ડર્સ’ બે વર્ઝનમાં રિલીઝ થઈ છે. પહેલું હિન્દી અને બીજું હિંગ્લિશ. હિંગ્લિશ સંસ્કરણમાં, 80 ટકા સંવાદો અંગ્રેજીમાં અને 20 ટકા હિન્દીમાં છે. થિયેટરોમાં એકમાત્ર બોલિવૂડ રિલીઝ હોવા છતાં ફિલ્મની કમાણી બોક્સ ઓફિસ પર ઓછી થઈ ગઈ છે.

આ પણ વાંચો: તેઓને વકફ ઈમારતો જોઈએ… ઓવૈસીએ ASI પર તાજમહલને લઈને સાધ્યું નિશાન

‘ધ બકિંગહામ મર્ડર્સ’માં કરીના કપૂરનું પાત્ર
‘ધ બકિંગહામ મર્ડર્સ’ એક મર્ડર મિસ્ટ્રી ફિલ્મ છે. જેમાં કરીનાએ ‘જસ્મીત ભામરા’નું પાત્ર ભજવ્યું છે. જે એક ડિટેક્ટીવ છે અને બાળકની શોધમાં વ્યસ્ત છે. આ વાર્તા તેની આસપાસ ફરતી રહે છે. ફિલ્મમાં કરીનાનો નવો અવતાર જોવા મળી રહ્યો છે. શેફ રણવીર બ્રાર, રક્કુ નાહર અને કપિલ રેડકર પણ ‘ધ બકિંગહામ મર્ડર્સ’માં જોવા મળ્યા છે. આ ફિલ્મનું નિર્દેશન હંસલ મહેતાએ કર્યું છે. જો આપણે કરીનાની આ ફિલ્મની સરખામણી આ વર્ષની શરૂઆતમાં રિલીઝ થયેલી તેની કોમેડી ફિલ્મ ‘ક્રુ’ સાથે કરીએ તો ‘ક્રુ’એ પહેલા જ દિવસે 9.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ‘ક્રુ’માં કરીના કપૂરની સાથે તબ્બુ અને કૃતિ સેનન પણ લીડ રોલમાં હતા. આ ફિલ્મ એકતા કપૂરની બાલાજી મોશન પિક્ચર્સ દ્વારા સહ-નિર્માણ કરવામાં આવી હતી. આ ફિલ્મે વિશ્વભરમાં 151.35 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. જો કે, હવે જોવું રસપ્રદ રહેશે કે ‘ધ બકિંગહામ મર્ડર્સ’ની કમાણીમાં કોઈ ઉછાળો આવે છે કે કેમ.