February 23, 2025

ભાવનગરના ઇતિહાસમાં સૌથી મોટી કરચોરી ઝડપાઈ, આયકર વિભાગે રૂપિયા 170 કરોડની કરચોરી ઝડપી

Ahmedabad: અમદાવાદ, ભાવનગર અને નડિયાદમાં આવકવેરા વિભાગ દરોડા પાડ્યા છે. રણછોડદાસ ધોળકિયા ગ્રુપ સહિતના ઉદ્યોગપતિઓના 35 સ્થળોએ દરોડા પાડી 170 કરોડના બેનામી વ્યવહારો અને 9 કરોડની મત્તા જપ્ત કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર આવકવેરા વિભાગે અમદાવાદ, ભાવનગર અને નડિયાદમાં એક સાથે દરોડા પાડી કાર્યવહી હાથ ધરી છે. રણછોડદાસ ધોળકિયા અને સુમેરૂ બિલ્ડર્સ સહિતના જાણીતા ઉદ્યોગપતિઓના 35 જેટલા સ્થળો પર આવકવેરા વિભાગે રેડ પાડી હતી. જેમા અનેક ખુલાસા થયા છે. સર્ચ ઓપરેશન દરમિયાન રૂ.4.30 કરોડની રોકડ તથા રૂ.4.30 કરોડના દાગીના મળી આવ્યા. આ સિવાય નવ લોકરો સીઝ કર્યા છે. જોકે, કરચોરીનો આંકડો હજુ વધી શકે છે. હાલ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જયેશ ધોળકીયા અને સુમેરૂ બિલ્ડર્સને ત્યાં દરોડા પૂર્ણ થયા છે. દરોડા પૂર્ણ થયાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો: રાષ્ટ્રવાદીઓ એકબીજાનું સન્માન કરે છે, વિદેશ મંત્રી જયશંકરે કહ્યું- PM મોદીની અમેરિકા મુલાકાત શાનદાર રહી