January 7, 2025

એર ઈન્ડિયાની ફ્લાઈટને જવાનું હતું અમેરિકા, પહોચીં ગઈ રશિયા…

Air India News: એર ઈન્ડિયાની એક ફ્લાઈટે ગુરુવારે સાંજે નવી દિલ્હીથી અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો માટે ઉડાન ભરી હતી. જ્યારે મુસાફરો જાગી ગયા ત્યારે તેઓ પોતાને રશિયામાં મળ્યા. ખરેખરમાં ટેકનિકલ ખામીના કારણે આ ફ્લાઈટને રશિયા તરફ વાળવામાં આવી હતી. દિલ્હીથી અમેરિકા જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાતા રશિયા તરફ ડાયવર્ટ કરવી પડી હતી. ટાટા ગ્રૂપનો હિસ્સો બનેલી આ કંપનીનું કહેવું છે કે રશિયામાં મુસાફરોની સંપૂર્ણ કાળજી લેવામાં આવી રહી છે, પરંતુ મુસાફરોએ એર ઈન્ડિયા પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે અને ફરિયાદ કરી છે કે તેમને કોઈ મદદ મળી રહી નથી. એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-183 ગુરુવારે સાંજે દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો માટે ઉડાન ભરી હતી. પરંતુ ટેકનિકલ ખામીના કારણે તેને રશિયાના ક્રાસ્નોયાર્સ્ક ઈન્ટરનેશનલ એરપોર્ટ તરફ વાળવામાં આવી હતી. 225 મુસાફરોને લઈને બોઈંગ 777 રશિયાના એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું.

એર ઈન્ડિયાનું કહેવું છે કે, તે મુસાફરોની સુવિધા માટે રશિયન સત્તાવાળાઓ સાથે મળીને કામ કરી રહી છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. કંપનીનું કહેવું છે કે રશિયન એરપોર્ટ પર તેની પાસે કોઈ સ્ટાફ નથી, તેથી તેણે ત્યાં ફસાયેલા મુસાફરો માટે થર્ડ પાર્ટીની વ્યવસ્થા કરવી પડશે. ત્યાંથી મુસાફરોને સાન ફ્રાન્સિસ્કો લઈ જવામાં આવશે. આ માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમને વહેલી તકે અમેરિકા મોકલવાની તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એર ઈન્ડિયાએ ટ્વિટર પર જારી નિવેદનમાં આ માહિતી આપી છે. પરંતુ મુસાફરોએ કંપની પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે.

KV કૃષ્ણા રાવ નામના યુઝરે X પર લખ્યું કે કંપનીના દાવામાં કોઈ યોગ્યતા નથી. અમને અહીં કોઈ સુવિધા મળતી નથી. અમે એરપોર્ટ પર ફસાયેલા છીએ. અમારી પાસે ખોરાક નથી. અમને કોઈ અપડેટ આપવામાં આવી રહ્યું નથી. એ જ રીતે પ્રાચી જૈને કહ્યું કે રશિયામાં ફસાયેલા મુસાફરો માટે પાણી અને ભોજનની કોઈ વ્યવસ્થા નથી. મુસાફરો પાંચ કલાકથી પાણી અને ભોજનની રાહ જોઈ રહ્યા છે. મારા માતા-પિતા કહે છે કે તેઓ વરસાદમાં ભીના થવાને કારણે ઠંડી અનુભવે છે. તેઓ ભૂખ્યા છે અને તેમને પૂછનાર કોઈ નથી.

મયંક ગુપ્તાએ લખ્યું,’મારી માતા બીમાર છે અને તેમનો સામાન અને દવાઓ ફ્લાઇટમાં છે. 70 વર્ષથી વધુ ઉંમરના લોકો સાથે આ પ્રકારનો વ્યવહાર અમાનવીય છે. અમે આના કરતાં વધુ સારું કરી શકીએ છીએ. હું ખૂબ જ દુઃખી છું અને ગુસ્સામાં પણ છું. અન્ય એક મુસાફરનો આરોપ છે કે રશિયન એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોને મદદ કરવા માટે કોઈ સપોર્ટ સ્ટાફ નથી. અભિષેક શર્મા નામના યુઝરે એર ઈન્ડિયાની પોસ્ટનો જવાબ આપતા કહ્યું, મારી 70 વર્ષની આંટી આ ફ્લાઈટથી આવી રહી છે. તેમની મદદ કરવા માટે એર ઈન્ડિયા તરફથી કોઈ નથી. ઓછામાં ઓછું તેમને ખોરાક તો આપી શકાય. શું તમે આ કરી ના શકો? સાન ફ્રાન્સિસ્કો પહોંચવા પર શું અપડેટ છે.

આ પ્રશ્નોના જવાબમાં એર ઈન્ડિયાએ કહ્યું છે કે, એરલાઈન મુસાફરો અને સ્ટાફને લઈને ચિંતિત છે અને શક્ય તેટલી વહેલી તકે તે લોકોને ત્યાંથી બહાર કાઢવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ અંગેના અપડેટ્સ ટૂંક સમયમાં શેર કરવામાં આવશે. આ રૂટ પર એક વર્ષમાં આ બીજી ઘટના છે. ગયા વર્ષે જૂનમાં એર ઈન્ડિયાનું એક વિમાન ટેકનિકલ ખામીને કારણે રશિયામાં એક દિવસ માટે અટવાઈ ગયું હતું. ત્યારબાદ રશિયાના દૂરના મગદાન એરપોર્ટ પર મુસાફરો માટે કામચલાઉ વ્યવસ્થા કરવામાં આવી હતી. બાદમાં તેઓ એર ઈન્ડિયાની ફ્લાઈટ દ્વારા તેમના ગંતવ્ય સ્થાને પહોંચ્યા હતા.