December 24, 2024

રાજનીતિ માટે છોડી દીધી ફિલ્મ ઈન્ડસ્ટ્રી, થલપતિ વિજયે તોડ્યું મૌન

Actor Vijay: તમિલ સ્ટાર થલપથી વિજયે રાજનીતિમાં એન્ટ્રી માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને છોડી દીધી છે. વિજયે પોતાની પહેલી રેલીમાં રાજનીતિ માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવા પર પહેલીવાર પોતાનું મૌન તોડ્યું છે. તેમના ભાષણ દરમિયાન આ નિર્ણય શા માટે લીધો તે અંગે ઘણા ખુલાસા કર્યા છે.

વિજયે કહી આ વાત
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર વિજય તેની જોરદાર દમદાર ફિલ્મો માટે જાણીતા છે. હવે તે રાજકારણ માટે સંપુર્ણ રીતે તૈયાર છે. તેમની પ્રથમ રેલીમાં ભાષણ દરમિયાન જણાવ્યું કે રાજકારણમાં એટલા માટે પ્રવેશ્યા જેથી તેઓ લોકો માટે કંઈક કરી શકે. થોડા સમય પહેલા એવી અફવા પણ ફેલાણી હતી કે તે ફિલ્મોનું શૂટિંગ કરી રહ્યો છે. તે વિશે તેણે ખુલાસો કર્યો હતો કહ્યું કે આ છેલ્લી ફિલ્મ હતી. પોતાની રાજકીય કારકિર્દી માટે તમિલ ઈન્ડસ્ટ્રી છોડી દીધી છે.

આ પણ વાંચો: લોરેન્સ બિશ્નોઈની ધમકીઓ વચ્ચે સલમાન ખાને દુબઈમાં દા-બેંગ ટુરની કરી જાહેરાત

ટોચ પર ઘણી ફિલ્મો છોડી
તમિલ સુપરસ્ટાર વિજય વધુમાં કહ્યું કે, ‘મેં મારી કારકિર્દીની ટોચ પર રહેલી ઘણી ફિલ્મો છોડી દીધી છે, તેની સાથે મેં મારો પગાર પણ છોડી દીધો છે. તેમણે વિલ્લુપુરમમાં કહ્યું કે તમિલનાડુમાં પરિવર્તનની જરૂર છે. થોડા મહિના પહેલા એવી વાત પણ સામે આવી હતી કે વિજય ભારતમાં ફિલ્મ માટે સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા છે. વિજયને તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જોડાયા બાદ જે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો તેના વિશે વાત કરી હતી.