ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ રાજ્યભરમાં જિલ્લા કલેક્ટર કચેરીએ આપ્યું આવેદનપત્ર

ગાંધીનગર: રાજ્યના વિવિધ જિલ્લામાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે. ધો. 1થી 12માં કાયમી શિક્ષકોની ભરતીમાં જગ્યાઓ વધારવા માટે રજૂઆત કરી છે.
આજે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે પિયુષભાઈ, યોગેશભાઈ અને ઋત્વિકભાઈ અને એમની ટીમ દ્વારા ધોરણ 1થી 12માં જગ્યા વધારો કરવા માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ભાવનગર ખાતે ટેટ-ટાટ ઉમેદવારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ અને કલેક્ટર કચેરીએ જગ્યા વધારવા બાબતે આવેદન આપવામાં આવ્યું હતું.
આજરોજ જામનગર જિલ્લા કલેકટર કચેરીએ 1થી 12માં કાયમી શિક્ષકોની ભરતીમાં જગ્યાઓ વધારવા માટે ટેટ-ટાટ પાસ ઉમેદવારો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ગીર-સોમનાથ જિલ્લાના ટેટ અને ટાટ પરીક્ષા પાસ ભાવિ શિક્ષકો દ્વારા 24,700 શિક્ષકોની ચાલુ ભરતી પ્રક્રિયામાં સીટોમાં વધારો કરવામાં આવે તેના માટે દરેક કચેરીઓમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આજે પંચમહાલ જિલ્લાના ટેટ-ટાટ પાસ ઉમેદવારો દ્વારા પંચમહાલ DEO અને કલેક્ટર કચેરીમાં ધોરણ 1થી 12માં જગ્યા વધારવા માટે આવેદન આપવામાં આવ્યું હતું. 4,000 જૂના શીક્ષક અને 1152 આચાર્ય ભરતી બાદની જગ્યા વધારા માટે આવેદન પાઠવ્યું હતું.