December 19, 2024

IND vs ENG: રાજકોટમાં 5 વર્ષ પછી રમાશે ટેસ્ટ મેચ

India vs England: રાજકોટમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ આ મેદાન પર 5 વર્ષ બાદ ટેસ્ટ મેચ રમશે. આ મેચ બંને ટીમો માટે ઘણી મહત્વની બની રહી છે. સીરીઝમાં બંને ટીમો હાલમાં 1-1 થી બરાબરી પર જોવા મળી રહી છે.

રાજકોટમાં 5 વર્ષ બાદ ટેસ્ટ મેચ
રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં છેલ્લી મેચ 2018માં રમાણી હતી. જે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ હતી. એ દરમિયાન ટીમ ઈન્ડિયાએ એક મેચ જીતી હતી તો બીજી મેચ ડ્રો રહી છે. આ મેચમાં ઈંગ્લેન્ડે ભારતીય ટીમને જોરદાર ટક્કર આપી હતી. 2016ની રાજકોટ ટેસ્ટ મેચની વાત કરવામાં આવે તો ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરતા પ્રથમ દાવમાં 537 રન બનાવ્યા હતા. મોઈન અલીએ પણ 117 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ તેની પ્રથમ ઈનિંગમાં માત્ર 488 રન જ બનાવી લીધા હતા. પરંતુ આ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી.

છેલ્લી ત્રણ ટેસ્ટ મેચોનું શેડ્યૂલ
ત્રીજી ટેસ્ટ- 15મી ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે. ચોથી ટેસ્ટની વાત કરવામાં આવે તો 23 ફેબ્રુઆરીથી, રાંચીમાં રમાશે. પાંચમી ટેસ્ટ – 07 માર્ચથી, ધર્મશાલામાં રમાશે. છેલ્લી ત્રણ ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાની ટીમની નામની વાત કરવામાં આવે તો રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, કેએલ રાહુલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર., કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, આકાશ દીપ.

વર્લ્ડ કપ ફાઇનલ
આ વર્ષેના ભારતીય ક્રિકેટ ટીમોએ ત્રણ ICC ટૂર્નામેન્ટ રમવાની છે. અત્યારની વાત કરવામાં આવે તો ભારતીય અંડર-19 ટીમ દક્ષિણ આફ્રિકામાં અંડર-19 T20 વર્લ્ડ કપ રમી રહી છે. મેન્સ ટી20 વર્લ્ડની જો વાત કરવામાં આવે તો જૂનમાં રમાશે. મહિલા ટી20 વર્લ્ડ કપની વાત કરવામાં આવે તો વર્ષના અંતમાં રમાશે.