December 19, 2024

ટેસ્લા ટોટલી ડ્રાઈવરલેસ કાર લૉંચ કરશે, સ્ટેરિંગ વ્હીલ તો શું ક્લચ પેડલ પણ નહીં હોય

Robotaxi: હોલિવૂડની સાયન્સ ફિક્શન ફિલ્મમાં ઓટોમેશનની દુનિયા દરેકે નિહાળી હશે. આ ફિલ્મોમાં કાર કોઈ જ ડ્રાઈવર વગર ચાલતી હોય છે. આ વાત હવે હકીકત બની રહી છે. ઓટો ક્ષેત્રની જાણીતી અને મોટી કંપની ટેસ્લા એક એવી કાર બનાવી રહી છે જેમાં કોઈ જ ડ્રાઈવર નહીં હોય. માત્ર લોકેશન ફિક્સ કરી દેવાથી તે જે તે ડેસ્ટિનેશન સુધી પહોંચાડી દેશે. એ પણ કોઈ જ પ્રકારની મુશ્કેલીઓ વગર. હવે આ કોન્સેપ્ટ આપણા દેશમાં કામ કરશે કે નહીં એ અંગે મતમતાંર છે, પરંતુ જે રીતે ટેકનોલોજી આગળ વધી રહી છે એમાં આ ઓટો ઉદ્યોગનો મોટો માઈલસ્ટોન હોવાનું ઓટો ક્ષેત્રના નિષ્ણાંતો માની રહ્યા છે. જોઈએ ઈવીની દુનિયાની એક અનોખી કારના ફીચર્સ

આવી છે નવી ટેક્સી
ઈલેક્ટ્રિક વાહન (EV) મેન્યુફેક્ચરિંગ કંપની ટેસ્લા તારીખ 8 ઓગસ્ટે સેલ્ફ-ડ્રાઇવિંગ કાર ‘ટેસ્લા રોબોટેક્સી’લૉંચ કરી શકે છે. કંપનીના માલિક એલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી. જોકે, તેણે રોબોટેક્સી વિશે કોઈ માહિતી આપી નથી. માત્ર જાહેરાત કરીને માલિકે મૌન સેવી લીધું છે. આ વાતથી ઓટો પ્રેમીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. કાર પ્રેમીઓ આ કારના ફીચર્સ અને ટેકનોલોજી જાણવા માટે થનગની રહ્યા છે. મસ્કની કંપની ઓટોમેટિક ઇલેક્ટ્રિક કાર બનાવવા માટે લાંબા સમયથી કામ કરી રહી છે. એપ્રિલ 2019 માં, કંપનીએ કહ્યું હતું કે, રોબોટેક્સિસનું સંચાલન 2020 સુધીમાં શરૂ થઈ શકે છે. કંપનીનો અંદાજ છે કે ઓટોમેટિક કાર 11 વર્ષ સુધી ચાલશે.

ફાયદાની વાત તો આ છે.
જે 1 મિલિયન માઇલ (1.6 મિલિયન કિલોમીટરથી વધુ)નું અંતર કાપશે. આનાથી કંપની અને કાર ઓપરેટરોને દર વર્ષે $30,000 (રૂ. 24 લાખથી વધુ)નો ફાયદો થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટેસ્લાની રોબોટેક્સી કારમાં ક્લચ, બ્રેક અને એક્સિલરેટર પેડલ્સ નહીં હોય. તે જ સમયે તે ઓટો ડ્રાઈવિંગ મોડ પર દોડશે. જે સ્ટીયરિંગ વ્હીલ વિના ચાલશે. મસ્કે અગાઉ કહ્યું હતું કે સંપૂર્ણ ઓટોમેશન ડ્રાઈવિંગ ક્ષમતાથી સજ્જ ટેસ્લા કાર ધીમે ધીમે સોફ્ટવેર અપડેટ્સ દ્વારા ડ્રાઇવિંગમાં વધુ સારી બનશે. થોડા સમય પછી કાર સંપૂર્ણ ઓટોમેશન ટેકનોલોજી પર ચાલતી આ ટેક્સી હશે. આવી કાર તેમના માલિકો માટે જાતે ટેક્સી ચલાવીને પૈસા કમાઈ શકે છે.

આ પણ વાંચો: શું તમને કારમાં મુસાફરી કરતી વખતે ઉલટી થાય છે? આ ફીચર કંટ્રોલ કરશે

ટેસ્લાએ ભારત માટે કાર બનાવવાનું શરૂ કર્યું
તાજેતરમાં હિન્દુસ્તાન ટાઈમ્સે તેના એક અહેવાલમાં જણાવ્યું હતું કે, ટેસ્લાએ ગીગાફેક્ટરી બર્લિન ખાતે ભારત માટે રાઈટ હેન્ડ ડ્રાઈવ કારનું ઉત્પાદન શરૂ કર્યું છે. કંપની આ વર્ષના અંત સુધીમાં દેશમાં કાર લાવી શકે છે. અગાઉ 3 એપ્રિલના રોજ, બ્રિટનના ફાઇનાન્સિયલ ટાઇમ્સે અહેવાલ આપ્યો હતો કે, ટેસ્લા આ મહિને એક ટીમ ભારત મોકલશે, જે 2 થી 3 અબજ ડોલર (₹16 હજાર કરોડથી ₹25 હજાર કરોડ)ના ઇલેક્ટ્રિક કાર ઉત્પાદન પ્લાન્ટ માટે જગ્યા શોધશે. જોકે, બેંગ્લુરૂ પર પસંદી ઊતાર્યા બાદ ઉત્પાદન અને વેચાણ માટેની સ્ટ્રટજી અંગે કંપનીએ ખાસ કોઈ ખુલાસો કર્યો નથી. બની શકે છે કે, ભારતની ઓટો અને ઉદ્યોગો પોલીસીનો રીવ્યૂ કરીને કંપની આપણા દેશમાં કોઈ મોટું રોકાણ કરે.