December 21, 2024

તિરુપતિ મંદિરમાં હવે નહીં ઉભુ રહેવું પડે લાઈનમાં.. 2 કલાકમાં થશે દર્શન

Tirupati temple: આંધ્રપ્રદેશના તિરુમાલા સ્થિત તિરુપતિ મંદિરમાં દર્શન વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. ભક્તોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડે નિર્ણય લીધો છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી નવી દર્શન વ્યવસ્થા બનાવવામાં આવશે. આવી સ્થિતિમાં નવી વ્યવસ્થા હેઠળ ભક્તોને માત્ર 2 કલાકમાં ભગવાન વેંકટેશ્વરના દર્શન કરાવવામાં આવશે.

આ પણ વાંચો: મણિપુરમાં સુરક્ષા દળોનું મોટું સર્ચ ઓપરેશન, 5 બંકર અને 2 બેરેક મળી

હાલમાં, તિરુપતિ મંદિરની મુલાકાત લેવા માટે 20 થી 30 કલાકનો સમય લાગે છે, કારણ કે દરરોજ 1 લાખ જેટલા ભક્તો પહોંચે છે. બોર્ડના સભ્ય જે શ્યામલા રાવે જણાવ્યું હતું કે વિશેષ પ્રવેશ દર્શન માટેનો ક્વોટા નાબૂદ કરવામાં આવશે. વીઆઈપી દર્શનને લઈને વિવાદ યથાવત્ છે, બોર્ડ ઇચ્છતું નથી કે આના પર વધુ પ્રશ્નો ઉભા થાય. દર મહિનાના પહેલા મંગળવારે તિરુપતિના સ્થાનિક નાગરિકો માટે દર્શનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. આ સિવાય હવે નેતાઓ મંદિર પરિસરમાં રાજકીય નિવેદનો આપી શકશે નહીં. આમ કરવાથી બોર્ડ તેમને કાનૂની નોટિસ ઈશ્યુ કરશે.