January 19, 2025

ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા, જાણો હવામાન વિભાગની આગાહી

દિલ્હી: દેશમાં મોટા ભાગના વિસ્તારોમાં ગરમી પડવા લાગી છે. ફરી એક વાર હવામાન વિભાગ મૂડ બદલી શકે છે. કારણ કે દેશના અનેક વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગે મધ્યપ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

વાદળછાયું વાતાવરણ રહેશે
માર્ચ મહિનાનો અડધો સમય વીતી ગયો છે પરંતુ દેશભરમાં હવામાન ફરીવાર પોતાનો મૂડ બદલી શકે છે. હાલના સમયમાં સવારે અને સાંજે થોડી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગે દિલ્હીમાં આગામી કેટલાક દિવસો સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. આ સાથે મધ્યપ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં કરા પડવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. જેના કારણે ત્યાંના ખેડૂતોની મુશ્કેલીઓ વધી શકે છે. કારણ કે કરા પડવાના કારણે ખેડૂતોના પાકને નુકશાની થઈ શકે છે.

મધ્યપ્રદેશમાં કરાનું એલર્ટ
હવામાન વિભાગે રવિવારે મધ્યપ્રદેશમાં કરા અને વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખેડૂતોના ઘઉં, સરસવ, ચણા વગેરે ઘણા પાક ખેતરોમાં પાકીને તૈયાર છે, પણ તેના પર જો વરસાદ પડશે અથવા કરા પડશે તો પાકને નુકશાની થઈ શકે છે. હવામાન વિભાગની ચેતવણી યોગ્ય રહેશે તો ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડશે. હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે દક્ષિણના રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી
અમદાવાદમાં ગરમી વધી રહી છે. ત્યારે આગામી દિવસોમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઊંચુ જવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પવન વધુ રહેશે. આ સાથે તેમણે કરા સાથે કમોસમી વરસાદ થવાની પણ આગાહી કરી છે. હોળી બાદ પણ રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે.