January 27, 2025

શું ભારતમાં ટેલિગ્રામ પર લાગી શકે છે પ્રતિબંધ?

Telegram Ban in India: થોડા દિવસથી ટેલિગ્રામ ચર્ચામાં આવ્યું છે. હવે ટેલિગ્રામને લઈને ચર્ચા થઈ રહી છે કે તેને ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવી શકે છે. પેરિસમાં કંપનીના વડા પાવેલ દુરોવની ધરપકડ થઈ હતી. જે બાદ IT મંત્રાલયે ગૃહ મંત્રાલય પાસેથી નિયમોના ઉલ્લંઘન અંગે માહિતી માંગી હતી. પરંતુ આઈટી મંત્રાલય દ્વારા મોકલવામાં આવેલા ઈ-મેઈલ પર કોઈ તાત્કાલિક જવાબ મળ્યો નથી.

ધરપકડ કરવામાં આવી
ફ્રાન્સ અને રશિયાની બંને જગ્યાએ નાગરિકતા ધરાવનાર 39 વર્ષીય દુરોવને શનિવારે અઝરબૈજાનથી ફ્રાંસમાં ઉતર્યા બાદ પેરિસ-લે બોર્ગેટ એરપોર્ટ પર અટકાયત કરવામાં આવી હતી. IT મંત્રાલયે ગૃહ મંત્રાલયને ટેલિગ્રામ સામે ફરિયાદોની તપાસ કરવા અને સંભવિત પગલાંની તપાસ કરવા માટે જણાવ્યું છે. જોકે IT મંત્રાલય આવા કેસમાં તપાસ કરતી એજન્સી નથી અને મંત્રાલય હેઠળ રચાયેલ CERT-In પણ સાયબર ગુનાઓ પર નહીં પરંતુ સાયબર સુરક્ષા અપરાધો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

આ પણ વાંચો: Telegram એપના CEO પાવેલ દુરોવની ફ્રાન્સમાં ધરપકડ

ઘણી એપ્સ પર પ્રતિબંધ
ભારત સરકારે ઘણી એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. વર્ષ 2020 થી અત્યાર સુધીમાં, સરકારે ભારતમાં સેંકડો એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આઈટી એક્ટ 69Aના ઉલ્લંઘનને કારણે આ એપ્સને પ્રતિબંધિત કરવામાં આવી હતી. જો ટેલિગ્રામ એપ સામે પણ આવી ફરિયાદ મળે છે, તો MHA આ ઇન્સ્ટન્ટ એપને ભારતમાં પ્રતિબંધિત કરી શકે તેવી પૂરી શક્યતાઓ છે.