November 5, 2024

લગ્ન માટે રઘવાઈ થયેલી મહિલાએ TV એન્કરનું અપહરણ કર્યું

telangana hyderabad woman kidnapped tv anchor for marriage

ડાબે આરોપી મહિલા અને જમણે એન્કરની તસવીર

હૈદરાબાદઃ શહેરમાં આવેલી એક ટીવી એન્કરનું એક બિઝનેસ વુમન દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. મેટ્રિમોનિયલ વેબસાઈટ પર નકલી ફોટોગ્રાફ્સ વાપરી ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. ત્યારે પર્દાફાશ થઈ ગયા પછી પણ તે ટીવી એન્કર સાથે લગ્ન કરવા બાબતે જીદ્દ કરતી હતી. પોલીસે જણાવ્યું હતું કે, મહિલાએ તેના પર નજર રાખવા માટે કાર પર ટ્રેકિંગ ડિવાઇઝ લગાવ્યું હતું. કામ પૂર્ણ કરવા માટે ચાર અપહરણકર્તાઓને પણ રાખ્યા હતા. એન્કરે ફરિયાદ નોંધાવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. 31 વર્ષીય મહિલા ડિજિટલ માર્કેટિંગનો વ્યવસાય ચલાવતી હતી, જ્યારે પુરુષ એક મ્યુઝિક ચેનલમાં એન્કર તરીકે કામ કરતો હતો.

જાણો શું છે સમગ્ર મામલો?
પોલીસે જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલાં મહિલાએ ભારત મેટ્રોમોનિયલ પર એક પ્રોફાઇલ જોઈ હતી. તેમાં વીંએન્કરના ફોટોગ્રાફ્સનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ મહિલાએ તેની સાથે ચેટ કરી હતી. જ્યારે મહિલાને ખબર પડી કે, એકાઉન્ટ ફેક છે, ત્યારે તેણે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ દ્વારા હકીકતમાં એન્કરનો સંપર્ક કર્યો હતો. તેણે એન્કરને કહ્યું હતું કે, કોઈએ તેના ફોટાનો ઉપયોગ કરીને નકલી એકાઉન્ટ બનાવ્યું છે અને તેણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ પછી મહિલાએ તેને મેસેજ કરવાનું ચાલુ રાખ્યું હતું. પરંતુ એન્કરે તેને બ્લોક કરી નાંખી હતી.

ટીવી એન્કરનું 11 ફેબ્રુઆરીએ અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકર્તાઓ એન્કરને માર મારીને મહિલાની ઓફિસમાં લઈ ગયા. પોલીસે કહ્યું કે, જ્યારે એન્કર મહિલાના કોલનો જવાબ આપવા માટે સંમત થયો ત્યારે જ તેને જવા દીધો હતો. ત્યાંથી નીકળ્યા બાદ એન્કર સીધો જ ઉપ્પલ પોલીસ સ્ટેશન ગયો હતો અને ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે આ મામલે આરોપી મહિલા અને ચાર અપહરણકારોની ધરપકડ કરી હતી. મહિલાએ ટીવી એન્કર સાથે લગ્ન કરવાનું જિદ કરી હતી.