January 23, 2025

World Cupની સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો કઈ ટીમ સાથે થશે?

Team India 2024 World Cup: સુપર 8માં ભારતે તેની છેલ્લી મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવી દીધું છે. જીતની સાથે ભારતની ટીમે પોતાનું સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો કોઈ ટીમ સાથે થશે? આવો જાણીએ.

સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત
ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું જોરદાર પ્રદર્શન જોવા મળી રહ્યું હતું. રોહિતની કપ્તાની હેઠળ ભારતીય ટીમનું પ્રદર્શન અત્યાર સુધીની મેચમાં સારૂ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. આજ દિન સુધીની તમામ મેચ ભારતીય ટીમે જીતી છે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા ગ્રુપ 1 સેમીફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ભારતની જીતમાં રોહિત શર્માની ભૂમિકા શાનદાર જોવા મળી રહી છે.

આ પણ વાંચો: T20 Series:રોહિત બાદ શુભમન પર સુકાનીનો ‘સરતાજ’, ‘ગિલગેંગ’ જાહેર

ટીમ ઈન્ડિયાની સેમીફાઈનલ મેચ આ ટીમ સાથે
ટીમ ઈન્ડિયા પહેલા બે અન્ય ટીમોએ સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નક્કી કરી લીધું છે. જેમાં દક્ષિણ આફ્રિકાની ટીમ અને ઈંગ્લેન્ડની ટીમો છે. દક્ષિણ આફ્રિકાની ટીમ તેના ગ્રુપ એટલે કે ગ્રુપ 2માં ટોપ સ્થાન પર છે. ઈંગ્લેન્ડનું સ્થાન બીજા નંબર પર છે. જેના કારણે ગ્રુપ 1 ની ટોપર ટીમનો મુકાબલો ગ્રુપ 2 ની બીજા સ્થાને રહેલી ટીમ સાથે થશે. આ કારણથી ટીમ ઈન્ડિયાનો મુકાબલો ઈંગ્લેન્ડ સાથે થશે.