Champions Trophy 2025: ટીમ ઈન્ડિયાની જર્સી પર પાકિસ્તાનનું નામ કેમ છે?

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 કાલથી શરૂ થવાની છે. આ પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટીમ ઈન્ડિયાની જર્સીનો ફર્સ્ટ લુક શેર કર્યો છે. બધી ટીમો હાલમાં ટુર્નામેન્ટ માટે જોરશોરથી તૈયારી કરી રહી છે. ભારતીય ટીમ પણ ખૂબ મહેનત કરી રહી છે. આ પહેલા ટીમ ઈન્ડિયાની જર્સી ચર્ચામાં આવી છે. ટીમ ઈન્ડિયાની જર્સી પર પાકિસ્તાનનું નામ લખેલું છે. જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. ચાહકો સવાલ કરી રહ્યા છે કે ભારતીય જર્સી પર પાકિસ્તાનનું નામ કેમ લખેલું છે? આવો જાણીએ.
— BCCI (@BCCI) February 17, 2025
ટીમ ઈન્ડિયાની જર્સી પર પાકિસ્તાનનું નામ કેમ છે?
આ મેચ ભલે હાઇબ્રિડ મોડેલ હેઠળ રમાઈ રહી છે. પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાન પાસે છે તે આપણે ના ભૂલવું જોઈએ. જેના કારણે જે પણ ટીમ જર્સી લોન્ચ કરશે તેમાં પાકિસ્તાનનું નામ ચોક્કસ હશે. દરેક ટીમની જર્સી પર યજમાન દેશનું નામ હોવું ફરજિયાત છે.
આ પણ વાંચો: સુરત જિલ્લામાં ફેનિલ પાર્ટ-2: જાહેરમાં યુવકે યુવતીનું ગળું કાપી કરી હત્યા
ICC ચેમ્પિયન્સ ટ્રોફી, 2025 માટે ભારતની ટીમ: રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, રવિન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી.