T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચને ક્યાં અને કેવી રીતે મફતમાં જોવી?

Women’s T20 World Cup 2024: આ વખતે યુએઈમાં મહિલા ટી20 વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. આ ટુર્નામેન્ટમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પણ ભાગ લેવાની છે. મહિલા ટીમ ઈન્ડિયાની પહેલી મેચ આવતીકાલે ન્યૂઝીલેન્ડ સામે રમાશે. મહિલા ટીમ ઈન્ડિયા સંપૂર્ણ રીતે તૈયાર જોવા મળી રહી છે. ટીમની કમાન હરમનપ્રીત કૌરને સોંપવામાં આવી છે. મહત્વની વાત એ છે કે મહિલા ટીમ ઈન્ડિયા ક્યારેય વર્લ્ડ કપનો ખિતાબ જીતી શકી નથી. આવો જાણીએ ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ સાથે જોડાયેલી તમામ માહિતી.

ભારત અને ન્યુઝીલેન્ડ મહિલા T20 વર્લ્ડ કપની મેચ ક્યાં રમાશે?
મહિલા ટી20 વર્લ્ડ કપ 2024માં ભારત VS ન્યુઝીલેન્ડની મેચ દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

ભારત VS ન્યુઝીલેન્ડ મહિલા T20 વર્લ્ડ કપ મેચ ક્યારે રમાશે?
મહિલા T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને ન્યુઝીલેન્ડની મેચ આવતીકાલે 4 ઓક્ટોબરે સાંજે 7:30 રમાશે.

આ પણ વાંચો: સચિન તેંડુલકરનો આ અભેદ્ય રેકોર્ડ તોડશે જયસ્વાલ?

ભારત VS ન્યુઝીલેન્ડ મહિલા T20 વર્લ્ડ કપ 2024 ની મેચ લાઈવ કેવી રીતે જોવી?
તમે અમારી વેબ https://newscapital.com/ પર સતત માહિતી મેળવી શકો છો.

મહિલા T20 વર્લ્ડ કપ માટે બંને ટીમોની ટીમ

ભારત: જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ, યાસ્તિકા ભાટિયા, પૂજા વસ્ત્રાકર, હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શફાલી વર્મા, દીપ્તિ શર્મા, અરુંધતિ રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, દયાલન હેમલતા, આશા શોભના, રાધા યાદવ, શ્રેયંકા પાટીલ, શ્રેયંકા પાટિલ. .

ન્યુઝીલેન્ડ: મેડી ગ્રીન, બ્રુક હેલીડે, ફ્રેન જોનાસ, લેઈ કેસ્પરેક, મેલી કેર, જેસ કેર, સોફી ડેવાઇન (કેપ્ટન), સુઝી બેટ્સ, એડન કાર્સન, ઇઝી ગેજ,રોઝમેરી મેર, મોલી પેનફોલ્ડ, જ્યોર્જિયા પ્લિમર, હેન્ના રોવે, લી તાહુહુ .