October 4, 2024

T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ, જાણો ક્યાં-કેવી રીતે મફતમાં જોશો?

Women’s T20 World Cup 2024: આ વખતે યુએઈમાં મહિલા ટી20 વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. આ ટુર્નામેન્ટમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પણ ભાગ લેવાની છે. મહિલા ટીમ ઈન્ડિયાની પહેલી મેચ આવતીકાલે ન્યૂઝીલેન્ડ સામે રમાશે. મહિલા ટીમ ઈન્ડિયા સંપૂર્ણ રીતે તૈયાર જોવા મળી રહી છે. ટીમની કમાન હરમનપ્રીત કૌરને સોંપવામાં આવી છે. મહત્વની વાત એ છે કે મહિલા ટીમ ઈન્ડિયા ક્યારેય વર્લ્ડ કપનો ખિતાબ જીતી શકી નથી. આજે છે પહેલી મેચ ત્યારે તમે તે મેચને ક્યાં અને કેવી રીતે જોશો.

ભારત VS ન્યુઝીલેન્ડ મહિલા T20 વર્લ્ડ કપ 2024 ની મેચ લાઈવ કેવી રીતે જોવી?
તમે અમારી વેબ https://newscapital.com/ પર સતત માહિતી મેળવી શકો છો.

ભારત VS ન્યુઝીલેન્ડ મહિલા T20 વર્લ્ડ કપ મેચ ક્યારે રમાશે?
મહિલા T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને ન્યુઝીલેન્ડની મેચ આવતીકાલે 4 ઓક્ટોબરે સાંજે 7:30 રમાશે.

ભારત અને ન્યુઝીલેન્ડ મહિલા T20 વર્લ્ડ કપની મેચ ક્યાં રમાશે?
મહિલા ટી20 વર્લ્ડ કપ 2024માં ભારત VS ન્યુઝીલેન્ડની મેચ દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

આ પણ વાંચો: ટેસ્ટ મેચમાં સુરક્ષા હેતુ પહોંચી વાનરસેના, ક્રિકેટ બોર્ડે કર્યો મોટો નિર્ણય

મહિલા T20 વર્લ્ડ કપ માટે બંને ટીમોની ટીમ

ભારત: રાધા યાદવ, શ્રેયંકા પાટીલ, જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ, યાસ્તિકા ભાટિયા, પૂજા વસ્ત્રાકર, હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શફાલી વર્મા, દીપ્તિ શર્મા, અરુંધતિ રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, દયાલન હેમલતા, આશા શોભના, શ્રેયંકા પાટિલ. .

ન્યુઝીલેન્ડ: લેઈ કેસ્પરેક, મેલી કેર, જેસ કેર, સોફી ડેવાઇન (કેપ્ટન), મેડી ગ્રીન, બ્રુક હેલીડે, ફ્રેન જોનાસ, સુઝી બેટ્સ, એડન કાર્સન, ઇઝી ગેજ,રોઝમેરી મેર, મોલી પેનફોલ્ડ, જ્યોર્જિયા પ્લિમર, હેન્ના રોવે, લી તાહુહુ .