January 22, 2025

મોહમ્મદ શમીને ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં કેમ ન મળ્યું સ્થાન?

Mohammed Shami: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. ક્રિકેટ ચાહકોને આશા હતી કે આ સિરીઝમાં શમીને સામેલ કરવામાં આવશે. પરંતુ એવું થયું નહીં.ભારતીય ટીમમાંથી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું નામ ગાયબ હતું. ક્રિકેટ ચાહકોમાં સવાલ થઈ રહ્યા છે કે હાલ ટીમ ઈન્ડિયામાં બરાબર ચાલી રહ્યું નથી કે શું. કારણ કે શમીએ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે નેટ્સમાં બોલિંગ કરી રહ્યો હતો. આ પછી થોડા કલાકની અંદર ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં શમીનું નામ ના હતી. જે ખરેખર નવાઈ લાગે તેવું હતું.

ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી
આફ્રિકા પ્રવાસ માટે જાહેર કરાયેલી ટીમ ઈન્ડિયા માટે મયંક યાદવ, શિવમ દુબે અને રાયન પરાગની ઈજાઓ અંગે બીસીસીઆઈ માહિતી આપી હતી. મહત્વની વાત એ હતી કે બીસીસીઆઈ શમી વિશે કોઈ પણ માહિતી આપી ના હતી. જે ખૂબ જ અલગ લાગ્યું હતું. ભારતીય બોર્ડે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની સાથે દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર રમાનારી મેચની જાહેરાત કરી દીધી છે.

આ પણ વાંચો: મયંક યાદવ અને રેયાનને T20 સિરિઝમાં કેમ ન મળ્યું સ્થાન?

સત્તાવાર અપડેટ નહીં
મોહમ્મદ શમી હજુ સુધી સાજો થઈ શક્યો નથી. આ પહેલા રોહિત શર્માએ માહિતી આપી હતી કે શમી હજૂ સારી રીતે સાજો થયો નથી. જેના કારણે તે તેને ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે પસંદ કરવામાં આવ્યો ન હતો. હવે અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે તેને ઘૂંટણમાં સોજાના કારણે શમી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાનો ભાગ બની શકશે નહીં.