December 23, 2024

Team India Victory Parade: મુંબઈમાં વિજય પરેડની સ્પેશિયલ બસની તસવીર અને વીડિયો આવ્યા સામે

Team India Welcomed in India: ભારતીય ક્રિકેટ ટીમ રોહિત શર્માની કપ્તાની હેઠળ T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતીને દેશમાં આજે પરત ફરી છે, સવારે અંદાજે 6 વાગ્યાની આસપાસ ટીમ દેશ પરત ફરી છે. ટીમના સ્વાગત માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આ સમયે ટીમ ઈન્ડિયા અને ક્રિકેટ ચાહકોમાં ભારે ખુશી જોવા મળી રહી હતી. ખેલાડીઓ નાચતા હોય તેવા વીડિયો પણ ખુબ વાયરલ થયા છે. આ વચ્ચે આજે સાંજે મુંબઈમાં વિજય પરેડ કાઢવામાં આવશે. જેના માટે ખાસ બસને તૈયાર કરવામાં આવી છે. જેનો વીડિયો અને ફોટો સામે આવ્યો છે.

17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી
ભારતીય ટીમે 29 જૂને T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. ખેલાડીઓની વાપસી માટે BCCI દ્વારા એક વિશેષ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી હતી. કારણ કે ત્યાંના ખરાબ હવામાનના કારણે ટીમ ઈન્ડિયા અત્યાર સુધી ત્યાં જ હતી. આજે સવારે ભારતીય ટીમ આખરે ભારત પહોંચી હતી. આ સમયે એરપોર્ટ પર જ જબરદસ્ત ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. મોદીને મળ્યા બાદ ટીમ ઈન્ડિયા મુંબઈ જવા રવાના જશે. જ્યાં ટીમની વિજય પરેડ કાઢવામાં આવશે.

મુંબઈમાં વિજય પરેડ માટે ખાસ બસ કરાઈ તૈયાર
મુંબઈમાં વિક્ટરી પરેડ માટે BCCI દ્વારા એક ખાસ બસને તૈયાર કરાઈ છે. જે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. બસની બાજૂમાં ટ્રોફીની સાથે ટીમ ઈન્ડિયાની તસવીરને રાખવામાં આવશે. બસ ઉપરથી ખુલી છે. આ બસમાં બેસીને ઈન્ડિયન ખેલાડીઓ દોઢ કિલોમીટરના રોડ શોમાં ભાગ લેશે અને આખી ટીમ બીસીસીઆઈ ઓફિસ પહોંચશે. હાલ આ બસના વીડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે.