December 19, 2024

ટેસ્ટમાં પણ ટીમ ઈન્ડિયાને મળશે નવો વાઈસ કેપ્ટન!

New Test Vice Captain: બાંગ્લાદેશ સામેની આગામી ટેસ્ટ શ્રેણીમાં જસપ્રીત બુમરાહના સ્થાને શુભમન ગિલ ભારતીય ક્રિકેટ ટીમનો વાઇસ કેપ્ટન બની શકે છે. તે શ્રીલંકા પ્રવાસ પર ODI અને T20 ટીમનો વાઇસ કેપ્ટન છે. ગિલને ટેસ્ટ ક્રિકેટમાં પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવશે. કારણ કે ગિલ હાલમાં તમામ ફોર્મેટમાં કેપ્ટનશિપ માટેના મોટા દાવેદારોમાંનો એક માનવામાં આવે છે. બીજી મેચ 27 સપ્ટેમ્બરે નાગપુરના ગ્રીન પાર્કમાં રમાવાની છે.

ખેલાડીઓ પાસેથી શીખે
ટીમ ઈન્ડિયા શ્રીલંકા પ્રવાસ માટે રવાના થાય તે પહેલા અજીત અગરકર અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરે મીડિયા સાથે વાત કરી હતી. આ સમયે તેમને સવાલ કરવામાં આવ્યો હતો કે શા માટે ગિલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જેના જવાબમાં તેમણે કહ્યું કે ‘અમને લાગે છે કે શુભમન મજબૂત ઉમેદવાર છે. તે તમામ ફોર્મેટમાં રમે છે. અમે ઈચ્છીએ છીએ કે તે સૂર્યા કે રોહિત જેવા ખેલાડીઓ પાસેથી શીખે.

આ પણ વાંચો: Paris Olympics 2024 પહેલા ફ્રાન્સમાં રેલ લાઇન પર હુમલો

બુમરાહ માટે તમામ મેચ રમવી મુશ્કેલ છે
જસપ્રીત બુમરાહની સૌથી મોટી સમસ્યા ફિટનેસની જોવા મળે છે. જોકે તે ઘણા સમયથી ફિટ જોવા મળી રહ્યો છે પરંતુ તે તમામ મેચ રમી શકે તે મુશ્કેલ જોવા મળી રહ્યું છે. તેમના વર્કલોડને ચોક્કસ મેનેજ કરવું પડશે. આ કારણથી જ ભારતને એવા વાઇસ કેપ્ટનની જરૂર છે જે તમામ મેચ રમી શકે. ગિલે આ વર્ષે ઈંગ્લેન્ડ સામેની 5 મેચની શ્રેણીમાં તેણે ત્રીજા નંબર પર રમતા 452 રન બનાવ્યા હતા.