January 16, 2025

Team India Records: ભારતીય ટીમે જીત સાથે રચ્યો ઇતિહાસ

IND vs BAN: T20 વર્લ્ડ કપ 2024ની 47મી મેચમાં શનિવારે ભારતીય ટીમે બાંગ્લાદેશની ટીમને હરાવી દીધી હતી. 50 રન સાથે બાંગ્લાદેશની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ગઈ કાલની મેચમાં ટીમ ઈન્ડિયાએ જીતની સાથે સેમીફાઈનલમાં પોતાનો દાવો વધારે મજબૂત કર્યો છે. આ સાથે ઈતિહાસ પણ રચ્યો છો.
હારનો સામનો કરવાનો વારો
ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશની ટીમને 50 રને હાર આપી હતી. ટીમ ભારતે જીતની સાથે શ્રીલંકાની ટીમની બરાબરી કરી લીધી છે. તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપમાં સંયુક્ત રીતે સૌથી વધુ મેચ જીતનારી ટીમ બની ગઈ છે. કારણ કે અત્યાર સુધીમાં ભારતીય ટીમે 33 મેચ જીતી છે. જેમાં ભારતીય ટીમ T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી 49 મેચ રમી હતી. જેમાં 33માં જીત મળી હતી અને 15 મેચમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
સૌથી વધુ જીત મેળવનાર ટીમ
T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ જીત મેળવનાર ટીમની વાત કરવામાં આવે તો ભારતઃ 49 મેચ, 33માં જીત, શ્રીલંકા: 53 મેચ, 33 જીતી, ઓસ્ટ્રેલિયા: 45 મેચ, 30 જીતી, દક્ષિણ આફ્રિકા: 46 મેચ, 30 જીતી, પાકિસ્તાન: 51 મેચ, 30 જીતી મેળવી છે. સૌથી વધુ T20I જીતનાર કેપ્ટનની વાત કરવામાં આવે તો બાબર આઝમ: 85 મેચ, 48 જીત્યા,રોહિત શર્માઃ 59 મેચ, 46 જીત્યા, બ્રાયન મસાબા: 60 મેચ, 45 જીત, અસગર અફઘાન: 52 મેચ, 42 જીત, ઇયોન મોર્ગન: 72 મેચ, 42 જીત્યા છે.