Team India Meet Modi: ટીમ ભારતે કરી પીએમ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત
Team India Meet Modi: T20 વર્લ્ડ કપની ટ્રોફી જીત્યા બાદ ટીમ ઈન્ડિયા ભારત પરત ફરી છે. તમામ ખેલાડીઓ ટીમની બસમાં સવાર થઈને હોટલ પહોંચ્યા હતા. ત્યારબાદ ટીમ ઈન્ડિયા આજે સવારે 11 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળીને ટીમ ઈન્ડિયા મુંબઈ જવા રવાના થશે જ્યાં સાંજે વિજય પરેડ થશે.
આજનું ટીમ ઈન્ડિયાનું શેડ્યુલ
સવારે 9:00 ITC મૌર્યથી PM આવાસ તરફ રવાના થયા હતા.
સવારે 12: પીએમ નિવાસ સ્થાને સમારોહમાં પહોંચ્યા
બપોરે 12: ITC મૌર્ય માટે પ્રસ્થાન
બપોરે 12: ITC મૌર્યથી દિલ્હી એરપોર્ટ માટે પ્રસ્થાન.
બપોરે 2 વાગ્યે: મુંબઈ માટે પ્રસ્થાન
સાંજે 4 વાગ્યે: મુંબઈ એરપોર્ટ પર આગમન
સાંજે 5 વાગ્યે: વાનખેડે સ્ટેડિયમમાં આગમન
સાંજે 5 થી 7: ઓપન બસ પરેડ
સાંજે 7 થી 7:30: વાનખેડે સ્ટેડિયમ ખાતે સમારોહ
સાંજે 7:30: હોટેલ તાજ માટે પ્રસ્થાન
#Live | #Watch બપોરે 1 વાગ્યાના મહત્ત્વના સમાચાર#Gujarat #NewsCapitalGujarat #JaneCheGujarat https://t.co/H0QL7X6V0L
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) July 4, 2024
#WATCH | Delhi: Indian Cricket Team reaches 7, Lok Kalyan Marg, to meet Prime Minister Narendra Modi.
Team India with the T20 World Cup trophy arrived at Delhi airport today morning after winning the second T20I title. pic.twitter.com/fbmVpL2eWs
— ANI (@ANI) July 4, 2024
આ પણ વાંચો: T20 World Cup Final: વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ દિલ્હી પહોંચી
#WATCH | Indian Cricket Team leave from ITC Maurya to meet PM Narendra Modi, in Delhi pic.twitter.com/JBF0RhoVlM
— ANI (@ANI) July 4, 2024
સૂર્યાએ કર્યા ભાંગડા
T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ ભારતીય ટીમ આજે સવારે ઈન્ડિયા પર ફરી હતી. ટીમ ઈન્ડિયા પરત ફરતાની સાથે ખેલાડીઓની સાથે ચાહકોમાં પણ ખુશી જોવા મળી રહી છે. ભારતીય ટીમની ચાર્ટર્ડ ફ્લાઈટ ગુરુવારે સવારે 6.10 વાગ્યે દિલ્હીના IGI એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. ત્યારબાદ ખેલાડીઓ હોટેલ જવા રવાના થયા હતા. આ સમયે ટીમ ઈન્ડિયાનું ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમયે સૂર્યાએ જોરશોરથી ભાંગડા કર્યો હતો. જેનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.
ખેલાડીઓ હોટલ પહોંચ્યા
T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ ભારતીય ટીમ આજે સવારે સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા છે. ટીમ ભારત દિલ્હીની ITC મૌર્ય હોટલ પહોંચી છે. કેપ્ટન રોહિત શર્મા T20 વર્લ્ડ કપની ટ્રોફી હાથમાં લઈને બહાર આવ્યો હતો. તમને જણાવી રોહિત અને વિરાટએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ભારતીય ટીમને દિલ્હીની આઈટીસી મૌર્ય હોટલમાં રખાય છે. ટીમ ઈન્ડિયા માટે જર્સીના રંગની કેક તૈયાર કરવામાં આવી છે.