મેલબોર્નમાં ટીમ ઈન્ડિયાની મળી હાર, ટેસ્ટમાં 49મી વખત આવો દિવસ ફરી જોવા મળ્યો
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાર થઈ છે. મેલબોર્ન ટેસ્ટનું પરિણામ આખરે ઓસ્ટ્રેલિયાની તરફેણમાં આવ્યું છે. ભારતે ઓસ્ટ્રેલિયાને 5 ટેસ્ટ મેચની સિરીઝમાં 2-1ની લીડ પ્રાપ્ત કરી છે. ટીમ ઈન્ડિયાને હાર મળતાની સાથે ભારત માટે WTC ફાઈનલનો રસ્તો ઘણો મુશ્કેલ બની ગયો છે.
આ પણ વાંચો: નવા વર્ષની મોજમસ્તી પહેલા બૂટલેગરોનો ખેલ ખતમ, લાખોનો મુદ્દામાલ જપ્ત
ટીમ ઈન્ડિયાએ 49મી વખત આવો દિવસ જોયો
મેલબોર્ન ટેસ્ટનું પરિણામ ટીમ ઓસ્ટ્રેલિયાની તરફેણમાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયાની ટીમે 184 રને જીત પ્રાપ્ત કરી છે. આ જીત મળતાની સાથે ઓસ્ટ્રેલિયાની ટીમે લીડ પ્રાપ્ત કરી લીધી છે. મેલબોર્ન ટેસ્ટમાં ભારતને જીતવા માટે 340 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ટીમ ઈન્ડિયા ખાલી 155 રન પર જ સમેટાઈ ગઈ હતી. આવું 49મી વખત ટેસ્ટ ક્રિકેટમાં થયું છે.