December 24, 2024

બેઈમાનીના કારણે ભારત હાર્યું! AIFFએ કતારના વિવાદાસ્પદ ગોલની તપાસની માંગ કરી

FIFA World Cup Qualifier: અખિલ ભારતીય ક્રિકેટ મહાસંઘ (એઆઇએફએફ)એ મેચ આયુક્તને ફરિયાદ કરીને દોહામાં વિશ્વ કપ ક્વોલિફાઈંગની પોતાની મહત્ત્વપૂર્ણ મેચમાં કતારને વિવાદાસ્પદ ગોલ આપવાને લઇ તપાસની માગ કરી છે. એઆઇએફએફના સૂત્રોએ જણાવ્યું કે, તેમણે ગોલની યોગ્ય રીતે તપાસની માંગણી કરી છે. મંગળવારે જસ્સિમ બિન હમાદ સ્ટેડિયમમાં કરો યા મરોના મુકાબલામાં ભારતને કતાર વિરૂદ્ધ 2-1થી હારનો સામનો કરવો પડ્યો હતો.

આ મેચમાં ફુટબોલના ‘આઉટ ઓફ પ્લે’ થવા છતા કતારના ખેલાડીએ તેને ગોલ પોસ્ટમાંમાં પહોંચાડ્યો. એટલે કે બોલ ગોલ પોસ્ટની બગલમાં નિર્ધારિત લાઇનથી બહાર જતો રહ્યો હતો. જોકે તેનાથી રમતને રોકવાના સ્થાને ખેલાડીઓએ પહેલા તો તેને કિક મારીને મેદાનની અંદર પહોંચાડ્યો અને પછી બીજા ખેલાડીએ બોલને ગોલ પોસ્ટમાં પહોંચાડી દીધો. ભારતીય ટીમના વિરોધ કરવા છતા રેફરી કિમ વૂ સુંગે આ ગોલની પરમિશન આપી દીધી. આ બેઈમાનીવાળા ગોલ પર ખુબ જ વિવાદ થયો કારણ કે તેને 2026ના ફીફા વિશ્વકપ માટે ભારતને પ્રથમ વખત ફિફા વિશ્વકપ ક્વોલિફાયરના ત્રીજા ચરણમાં પહોંચાડવાથી દૂર કરી દીધું.

એઆઇએફએફના એક અધિકારીએ જણાવ્યું કે,‘અમે મેચ આયુક્તને ફરિયાદ કરી છે અને આખા મામલાની યોગ્ય તપાસની માંગ કરી છે.’ ઈરાનના હામેદ મોમેની આ મુકાબલામાં મેચ રેફરી હતા. મેચ રેફરીની ભમિકા મેચ પર ધ્યાવ રાખવું અને એ સુનિશ્ચિત કરવાનું હોય છે કે મેચ દરમિયાન ફીફાના નિયમોનું પાલન થાય. હવે તે જોવાનું રહેશે કે રેફરી આ અંગે શું નિર્ણય લે છે.

શું થયું હતું?
મેચની 73મી મિનિટમાં અબ્દુલ્લાહ અલાહરકની ફ્રી કિક પર યૂસેફ આયમેને હેડર લગાવવાનો પ્રયાસ કર્યો, જેને ભારતીય કેપ્ટન અને ગોલકીપર ગુરપ્રીત સિંહ સંધૂએ રોકી દીધો. ત્યારે ગુરપ્રીત મેદાન પર પડી ગયો અને આ દરમિયાન બોલ રમતના મેદાનથી બહાર નીકળી ગયો હતો. કતારના હાશ્મી હુસેન કિક મારીને ફરીથી બોલને મેદાનની અંદર લઇ આવ્યો અને આયમેને તેને ગોલ કરી દીધો. નિયમો અનુસાર, બોલ મેદાનની બહાર જવાના કારણે રમતને રોકી દેવાની હતી અને કતારને કોર્નર કીક મળવી જોઇતી હતી કારણ કે ગુરપ્રીત બોલને બહાર જવાથી પહેલા તેના સંપર્કમાં રહનાર તે છેલ્લો ખેલાડી હતો.

તેના પછી જ્યારે રેફરીએ કતારને ગોલ આપી દીધો તો ભારતીય ખેલાડી નિરાશ થઇ ગયા અને મેહમાન ટીમના સખત વિરોધ કરવા છતા રેફરી પોતાના નિર્ણય પર યથાવત રહ્યા. નિયમો અનુસાર, જો બોલ ગોલ લાઇન અથવા ટચલાઇનથી જમીન પર અથવા હવામાં સંપૂર્ણ રીતે બહાર નીકળી જાય છે તો તેને રમતથી બહાર એટલે કે આઉટ ઓફ પ્લે માનવામાં આવશે. ભારતના કોચ ઈગોર સ્ટિમકે બાદમાં નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે, આ ગોલે તેમની ટીમના સપનાને તોડી નાંખ્યું છે. ત્યાં જ ભારતીય ટીમના કેપ્ટન ગુરપ્રીતે પણ તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું.

‘અમારી સાથે અન્યાય થયો’
ભારતીય ફુટબોલ ટીમના મુખ્ય કોચ ઈગોર સ્ટિમકે કહ્યું કે, કતાર વિરૂદ્ધ મેચમાં તેમની સાથે અન્યાય થયો જેના કારણે ટીમનું વિશ્વ કપ ક્વોલિફાઈંગના ત્રીજા ચરણમાં પહોંચવાનું સપનું તૂટી ગયું. ભારતીય ટીમ લાલિયાનજુઆલા ચાંગટે 37મી મિનિટમાં કરેલા ગોલના કારણે 73મી મિનિટ સુધી આગળ ચાલી રહી હતી. જોકે વિવાદાસ્પદ ગોલ બાદ ભારતીય ટીમ લય પ્રભાવિત થઇ અને એશિયાઇ ચેમ્પિયન કતરે 85મી મિનિટમાં અહમદ અલ રાવીના કારણે પોતાનો બીજો ગોલ કરી દીધો.

તેમણે કહ્યું,‘આજના સમયની ફુટબોલની રમતમાં આવું કંઇ થવું જોઇએ નહીં કારણ કે એક ગોલથી આખી મેચનું પાંસુ બદલાઇ શકે છે. આવું કતાર વિરૂદ્ધ પણ થઇ શક્તું હતું. હું ખુબ જ ખરાબ અનુભવી રહ્યો છું કારણ કે તમારા 23 ખેલાડીઓએ ખુબ જ મહેનત કરી અને તેઓ કંઈક હાંસલ કરવાનું સપનું જોઇ રહ્યા હતા. પરંતુ તેમનું સપનું તૂટી ગયું કારણ કે આપણે આ પ્રકારની ઘટનાઓને રોકી શક્તા નથી.

ભારતીય કોચે ખેલાડીઓના વખાણ કર્યા પરંતુ સાથે જ કહ્યું કે, ટીમને પહેલા હાફમાં ત્રણ ગોલ કરવા જોઇતા હતા. સ્ટિમેકે કહ્યું,‘ભારતના તમામ ફેન્સને ટીમ પર ગર્વ અનુભવવો જોઇ. અમે કતારની મજબૂત ટીમ વિરૂદ્ધ મેચના મોટા ભાગમાં નિયંત્રણ જાળવી રાખ્યું. ઘણા અવસરો પર ભારતીય ટીમે કતારથી પણ સારૂ પ્રદર્શન કર્યું. અમે પ્રથમ હાફમાં જ ત્રણ ગોલ કરીને મેચને પોતાના પક્ષમાં કરવા માંગતા હતા પરંતુ આ એક એવી વસ્તુ છે જેની ભારતીય ફુટબોલમાં અછત નજર આવે છે.’