December 17, 2024

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા KL રાહુલ થયો ઘાયલ

IND vs AUS KL Rahul Injured: તમામ ભારતીય અને ઓસ્ટ્રેલિયન ચાહકો બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ક્રિકેટ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ટ્રોફીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમાવાની છે. પહેલી મેચ 22 થી 26 નવેમ્બર વચ્ચે રમાવાની છે. આ વચ્ચે ટીમ ઈન્ડિયાના ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. જેમાં કે કેએલ રાહુલ પ્રેક્ટિસ સેશન દરમિયાન ઈજાગ્રસ્ત થયો છે.

કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થયો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની શરૂઆત થશે. આ પહેલા બેટ્સમેન કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થયો છે. ટીમ ઈન્ડિયાએ WACA ગ્રાઉન્ડ ખાતે ત્રણ દિવસીય પ્રેક્ટિસની શરૂઆત કરી હતી. જ્યાં મેચ સિમ્યુલેશન દરમિયાન રાહુલ ઈજાગ્રસ્ત થયો હતો. આ સમયે ટીમના ફિઝિયોએ તરત આવીને રાહુલની સારવાર કરી હતી. તેને ઈજા હોવા છતાં તેણે રમાવાનું ચાલુ રાખવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો:India vs South-Africa સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો, આ ખેલાડી ઈજાગ્રસ્ત

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ટીમ
યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઇશ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, પંત (વિકેટકીપર), સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), આર અશ્વિન, આર જાડેજા, આર. મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણ, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર.