December 26, 2024

બીજી ટેસ્ટના એક દિવસ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો

IND vs BAN: ભારતીય ટીમ 27 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ સામે બીજી ટેસ્ટ મેચ રમાવાની છે. આ ટેસ્ટ મેચનું આયોજન કાનપુરમાં થવાનું છે. આ મેચ શરૂ થવાના એક દિવસ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે.

પ્રેક્ટિસ સેશન રદ કરવું પડ્યું
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ ગ્રીન પાર્ક કાનપુરમાં રમાવાની છે. તેના માટે ટીમ ઈન્ડિયા સખત મહેનત કરી રહી છે. મેચ શરૂ થવાના એક દિવસ પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. વરસાદના કારણે ભારતીય ટીમે તેનું પ્રેક્ટિસ સેશન રદ કરવાનો વારો આવ્યો હતો. ખરાબ વાતાવરણના કારણે ટીમ ઈન્ડિયાએ ગુરુવારે પ્રેક્ટિસ કરી શકી ના હતી. ખેલાડીઓ છેલ્લા બે દિવસથી પ્રેક્ટિસ કરતા જોવા મળી રહ્યા છે. જેનો વીડિયો BCCIએ શેર કર્યો છે.

હવામાન કેવું રહેશે
બંને ટીમો વચ્ચે રમાનારી આ ટેસ્ટ મેચના પ્રથમ ત્રણ દિવસ એટલે કે 27, 28 અને 29 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી ત્યાના હવામાન વિભાગે કરી છે. 28 સપ્ટેમ્બરે વરસાદની સંભાવના 80% રહેશે અને કાનપુરમાં 27 સપ્ટેમ્બરે વરસાદની સંભાવના 93% છે. ત્રીજા દિવસે એટલે કે 29મી સપ્ટેમ્બરે વરસાદની સંભાવના 59% સુધી છે.

આ પણ વાંચો: હરિયાણા ચૂંટણી પહેલા વિનેશ ફોગાટનું મોટું નિવેદન

બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની ટીમ
કેએલ રાહુલ, સરફરાઝ ખાન, રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, આર અશ્વિન, આર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ. સિરાજ, આકાશ દીપ, જસપ્રીત બુમરાહ, યશ દયાલ