December 19, 2024

બેંગલુરુમાં ટીમ ઈન્ડિયાને વધુ એક ઝટકો, પંતને થઈ ઈજા

Rishabh Pant Injury: બેંગલુરુમાં ટીમ ઈન્ડિયા માટે આજનો દિવસ ખૂબ જ ખરાબ જોવા મળી રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ આજે સૌથી ઓછો સ્કોર બનાવ્યો છે અને સામેની ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. આજના દિવસની મેચ પુર્ણ થાય તે પહેલા ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીને ઈજા થઈ હતી. પંતને મેદાન વચ્ચેથી જ પરત ફરવું પડ્યું હતું. ટીમ ઈન્ડિયા એક પછી એક મુશ્કેલીનો સામનો કરી રહી છે. પંતને ઈજા થવી તે પણ એક સમસ્યા વધી તેવું કહી શકાય.

જોરથી રડવા લાગ્યો
પંત સાથેનો આ અકસ્માત ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સની 37મી ઓવરના છેલ્લા બોલ પર થયો હતો. બોલ વાગતાની સાથે જ પંત જમીન પર પડી ગયો હતો અને રડવા લાગ્યો હતો. મેચને તરત અટકાવી દેવામાં આવી હતી. પંતને જોવા માટે ફિઝિયો તરત જ મેદાનમાં આવી ગયા હતા. ફિઝિયોએ ખૂબ પ્રયાસ કર્યો હતો. એમ છતાં તેવો નિષ્ફળ રહ્યા હતા. પંતને એટલી ઈજા થઈ હતી કે તે ઉભો પણ થઈ શક્યો ના હતો.

આ પણ વાંચો: સંજુ સદી ફટકારનાર ભારતનો પ્રથમ વિકેટકિપર બન્યો, આ રીતે કોંગ્રેસના નેતાઓએ કર્યું સ્વાગત

ધ્રુવ જુરેલ મેદાનમાં આવ્યો
ફિઝિયોએ સલાહ આપયા પછી પંતે તેના પગનું પેડ કાઢી નાંખ્યું હતું. તેની ઈજા વધી શકે એમ હતી જેના કારણે પંતની જગ્યાએ ધ્રુવ જુરેલને અંદર આવવા માટે કહેવામાં આવ્યું હતું. આ બાજૂ ધ્રુવ જુરેલને અંદર આવી રહ્યો હતો અને બીજી બાજૂ પંત મેદાનને છોડી રહ્યો હતો. મોટી વાત તો એ છે કે પંતને જે જગ્યાએ બોલ વાગવાથી ઈજા થઈ હતી. તે જ જગ્યા પર તે અકસ્માત દરમિયાન ઘાયલ થયો હતો.