December 23, 2024

ટીમ ઈન્ડિયાની વર્ષોની રાહનો અંત, World Cup 2024ની સુપર-8માં પ્રથમ જીત

T20 World Cup: ભારતીય ટીમે સુપર-8ની પ્રથમ મેચમાં અફઘાન ટીમની સામે જીત મેળવી લીધી છે. 47 રનથી અફઘાન ટીમને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ભારતની ટીમે પ્રથમ બેટિંગ કરી હતી. જેમાં 182 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જેના જવાબમાં અફઘાન ટીમ માત્ર 134 રન બનાવી શકી હતી. આથી અફઘાન ટીમને ભારતની ટીમ સામે હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. મહત્વની વાત એ છે કે આ મેદાન પર ટીમ ઈન્ડિયાએ તેની પહેલી જીત નોંધાવી છે.

આ પણ વાંચો: BCCIએ જાહેર કર્યું નવું શિડ્યુલ, આ 3 ટીમ આવશે ભારત

શાનદાર બોલિંગ કરી
અફઘાનિસ્તાનના બેટ્સમેનો ભારતીય બોલિંગ સામે ટકી શક્યા ના હતા. T20 વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ રમનાર કુલદીપ યાદવે ગુલબદિન નાયબને પેવેલિયન મોકલ્યો હતો.તમને જણાવી દઈએ કે ભારત તરફથી જસપ્રીત બુમરાહે સૌથી વધુ વિકેટ લીધી હતી. તેણે 3 વિકેટ લીધી હતી. અફઘાનિસ્તાન સામેની મેચમાં ભારતીય ટીમની શરૂઆત ખરાબ જોવા મળી હતી. સૂર્યકુમાર યાદવે શાનદાર ઇનિંગ રમી હતી. જેના કારણે ટીમ ભારત આટલા સ્કોર કરવામાં સફળ રહી હતી.

પ્રદર્શન સારૂં જોવા મળ્યું
હાર્દિક પંડ્યાનું પ્રદર્શન સારૂં જોવા મળ્યું હતું. હાર્દિકે 24 બોલમાં 32 રન બનાવ્યા હતા. સૂર્યાએ 28 બોલમાં 53 રન બનાવ્યા હતા. તેને 5 ચોગ્ગા અને 3 છગ્ગા માર્યા હતા. અફઘાનિસ્તાનની ટીમની વાત કરવામાં આવે તો તરફથી ફઝલહક ફારૂકી અને રાશિદ ખાને 3-3 વિકેટ લીધી હતી.