December 28, 2024

Team India Captain: શું શ્રીલંકા પ્રવાસ માટે કેપ્ટનને લઈને નથી થઈ રહી કોઈ સંમતિ?

Team India: ભારતીય ટીમ આ મહિનાના અંતમાં મર્યાદિત ઓવરોની શ્રેણી માટે શ્રીલંકાના પ્રવાસે જવાની છે. અત્યાર સુધીમાં ટીમની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે ટીમની પસંદગી બુધવારે કરવામાં આવશે. પરંતુ તેને મુલતવી રાખવામાં આવી છે. મહત્વની વાત એ છે કે રોહિત બાદ ટીમનો કેપ્ટન કોણ હશે તેના પર સવાલો થઈ રહ્યા છે. થોડા દિવસ કેપ્ટનશીપમાં હાર્દિકનું નામ ચર્ચામાં આવ્યું હતું. પરંતુ હવે તો સૂર્યકુમાર યાદવના નામની ચર્ચાએ જોર પકડ્યું છે.

ફિટનેસના કારણે પાછળ રહ્યો હાર્દિક?
હાર્દિક પંડ્યા ગયા વર્ષે ODI વર્લ્ડ કપ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાને કારણે હાર્દિકને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. એક માહિતી પ્રમાણે ગૌતમ ગંભીરની પહેલી પસંદ સૂર્યકુમાર છે. હાર્દિક સામાન્ય રીતે રોહિતની ગેરહાજરીમાં T20 ટીમનું નેતૃત્વ કરતો જોવા મળે છે. તાજેતરમાં સમાપ્ત થયેલા T20 વર્લ્ડ કપમાં વાઇસ-કેપ્ટન હતો. જ્યારે ODI વર્લ્ડ કપ દરમિયાન હાર્દિક ઈજાગ્રસ્ત થયો હતો, ત્યારે સૂર્યકુમારે તેની ગેરહાજરીમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે ટીમની કમાન સંભાળી હતી.

આ પણ વાંચો: ભારતના ત્રણ અમૂલ્ય રત્નોએ ઓલિમ્પિકમાં એક નહીં પરંતુ બે વખત દેશ માટે મેડલ જીત્યા

ગંભીર-જય શાહની મુલાકાત?
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ગંભીરે BCCI સેક્રેટરી જય શાહ સાથે વીડિયો કોલ થકી વાતચીત કરી હતી. આ ચર્ચામાં આગામી પ્રવાસ વિશે ચર્ચા કરી હતી. આ ચર્ચામાં ગંભીર સૂર્યકુમારને કેપ્ટનશિપ આપવા માંગે છે, જ્યારે જય શાહ હાર્દિકના સમર્થનમાં છે. આજે ફરી એક વાર આ અંગે પસંદગીકારોની બેઠક થઈ શકે છે.