ઓસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ પણ ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં પહોંચી શકે છે આ રીતે
Indian Women’s Cricket Team: મહિલા ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ વચ્ચે રમાઈ હતી. જેમાં આ મેચમાં ટીમ ઈન્ડિયાને 9 રને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ટીમ ઈન્ડિયાની હાર થતાની સાથે એ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે હવે ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચી શકશે નહીં. પરંતુ એવું નથી ટીમ ઈન્ડિયા હજૂ પણ સેમીફાઈનલમાં પહોંચી શકે છે તેવી સંભાવનાઓ છે. ભલે આ મેચમાં ટીમ ઈન્ડિયાનું કંઈ ખાસ પ્રદર્શન જોવા ના મળ્યું. પરંતુ હજૂ પણ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ અને ટીમ ઈન્ડિયાના ચાહકોમાં હજૂ આશા છે કે સેમીફાઈનલમાં એન્ટ્રી મળી શકે છે.
કેવી રીતે ટીમ ઈન્ડિયા પહોંચશે સેમીફાઈનલમાં
ભારતીય મહિલા ટીમ પાસે હવે એક જ રસ્તો છે તે છે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડની મેચ પર નિર્ભર રહેવાનું રહેશે. આજના દિવસે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડની મહિલા ટીમ વચ્ચે મેચ છે. આ મેચનું પરિણામ ટીમ ઈન્ડિયા માટે મહત્વનું છે. પાકિસ્તાનની ટીમ જો ન્યૂઝીલેન્ડની મહિલા ટીમને હરાવશે તો ટીમ ઈન્ડિયા સરળતાથી સેમીફાઈનલમાં પહોંચી જશે. જો કે બીજી બાજૂ પાકિસ્તાનની ટીમે ભારતીય ટીમ કરતા સારો નેટ રન રેટ બને તેનું ધ્યાન રાખવું પડશે.
આ પણ વાંચો: હાર્દિક પંડ્યાની મેચ ફી માત્ર 200 રૂપિયા, વાંચો તેમની સંઘર્ષ સફર…
ભારત અને ઓસ્ટ્રેલિયા મેચની સ્થિતિ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરવા આવી હતી. જેમાં 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 151 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી હતી. પરંતુ આગળ જઈને આ સ્થિતિ વણસી ગઈ હતી. ભારત આ મેચમાં આખરે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 142 રન બનાવવામાં સફળ રહ્યું હતું. આખરે ટીમ ઈન્ડિયા આ મેચમાં હારી ગઈ હતી.