T20 ઈન્ટરનેશનલમાં Team Indiaનું મોટું કારનામું

IND vs ZIM T20I: શુભમન ગીલની કપ્તાનીમાં ભારતીય ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસે પહોચી છે, તેણે સતત ત્રણ મેચ જીતી છે અને 1મેચમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. 3જી જીતની સાથે ટીમ ઈન્ડિયાએ T20 ઈન્ટરનેશનલમાં પાકિસ્તાન ટીમના એક વર્લ્ડ રેકોર્ડની પણ બરાબરી કરી હતી.
ભારતીય ટીમની આ 50મી જીત
ટીમ ઈન્ડિયા T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ ધરાવે છે. ટીમ ભારતે ઝિમ્બાબ્વે સામેની ચોથી મેચમાં 10 વિકેટથી મેચ જીતીને T20 ઇન્ટરનેશનલમાં તેમની 50મી જીત હાંસલ કરી હતી. જીતની સાથે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનના વર્લ્ડ રેકોર્ડની બરોબરી કરી છે. અત્યાર સુધી વિદેશી ધરતી પર 50 T20 આંતરરાષ્ટ્રીય મેચ જીતવાનો રેકોર્ડ છે. ભારતીય ટીમની આ 81મી મેચ હતી જેમાં તેણે આ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. પાકિસ્તાનની ટીમની વાત કરવામાં આવે તો 95 મેચ રમીને 50 જીત મેળવવામાં સફળ રહી હતી.
આ પણ વાંચો: પાકિસ્તાનને ધૂળ ચટાડી યુવરાજ સિંહની સેના WCLની વિજેતા બની
આ યાદીમાં ત્રીજા સ્થાને આ ટીમ
આ યાદીમાં ત્રીજા સ્થાનની વાત કરવામાં આવે તો હાલ પહેલા સ્થાન પર પાકિસ્તાન અને બીજા સ્થાન પર ટીમ ઈન્ડિયા અને ત્રીજા સ્થાન પર ઓસ્ટ્રેલિયાની ટીમ છે. ન્યૂઝીલેન્ડની ટીમ 37 જીત સાથે ચોથા સ્થાને છે. પાંચમાં સ્થાન પર ટીમ ઈંગ્લેન્ડ છે. તે 5માં સ્થાન પર છે. જો આજની મેચ ટીમ ઈન્ડિયા જીતે છે તો ટીમ ભારત પહેેલા સ્થાન પર આવી જશે.