December 22, 2024

Team Indiaની જીત સાથે રોહિતે બનાવ્યા આ 3 વર્લ્ડ રેકોર્ડ

Rohit Sharma: રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે 17 વર્ષ પછી T20 વર્લ્ડ કપની ટ્રોફી મળી હતી. ભારતે ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હાર અપાવી હતી. જીત બાદ રોહિત અને વિરાટે T20માંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જીતની સાથે રોહિતે 3 વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે.

પ્રથમ કેપ્ટન બન્યો
રોહિત શર્મા T20 ઈન્ટરનેશનલમાં 50 મેચ જીતનાર પ્રથમ કેપ્ટન બની ગયો છે. વર્ષ 2021થી તેણે કુલ 61 મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું છે. જેમાંથી તેણે 50 મેચોમાં ટીમને જીત અપાવી છે. જેમાં રોહિતની ટી20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં ભારતની જીત સૌથી મોટી હતી.

પ્રથમ ભારતીય બન્યો છે
રોહિત શર્માએ ભારતીય ખેલાડી તરીકે બે વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. વર્ષ 2007માં, રોહિત શર્મા પણ ધોનીની આગેવાની હેઠળની ભારતીય ટીમનો ભાગ હતો. આ સાથે તેણે પાકિસ્તાન સામે રમાયેલી ફાઇનલ મેચમાં 30 રનની ઇનિંગ રમી હતી.

આ પણ વાંચો: બાર્બાડોસની ભૂમિને નતમસ્તક થયો Rohit Sharma, વીડિયો વાયરલ

100 ટકા જીતનો રેકોર્ડ
રોહિત શર્માની કપ્તાનીવાળી ભારતીય ટીમ એકપણ મેચ હાર્યા વિના T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી હતી અને જીત મેળવી હતી. ભારતે છેલ્લે 2007માં ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો ત્યારે ગ્રુપ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 10 રનથી હાર્યું હતું.

ટીમ ઈન્ડિયાની સફર
ટી20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાની સફરની વાત કરવામાં આવે તો આયર્લેન્ડ સામેની મેચ 8 વિકેટે જીતી, પાકિસ્તાન સામેની મેચ 6 રને જીતી, અમેરિકા સામેની મેચમાં 7 વિકેટે જીત મેળવી, અફઘાનિસ્તાન સામે 47 રનથી જીત મેળવી, બાંગ્લાદેશ સામે 50 રનથી જીત મેળવી, ઓસ્ટ્રેલિયા સામેની મેચ 24 રને જીતી, ઈંગ્લેન્ડ સામે સેમીફાઈનલમાં 68 રનથી જીત મેળવી, દક્ષિણ આફ્રિકા સામેની ફાઇનલમાં 7 રનથી જીત મેળવી હતી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. જે આગળ જઈને ખરો સાબિત થયો.