November 18, 2024

ઈરાન-ઈઝરાયેલ વચ્ચે તણાવની સ્થિતિના કારણે TATAને મોટું નુકસાન

અમદાવાદ: ઈરાન અને ઈઝરાયલની વચ્ચે ચાલી રહેલા ટેન્શનની અસર હાલ સમગ્ર વિશ્વના દેશો પર પડી રહી છે. તેની અસર દેશના શેર માર્કેટ પર પણ જોવા મળી છે. આ ટેન્શનમાં સૌથી વધારે નુકસાન ગત અઠવાડિયે દેશની સૌથી મોટી આઈટી કંપની અને ટાટાની ફેવરેટ કંપની ટીસીએસ પર થઈ છે. આ ઉપરાંત બીજા નંબરની કંપની ઈન્ફોસિસને મોટું નુકસાન થયું છે.

આ ઉપરાંત દુનિયાની અને દેશની સૌથી મોટી કંપની એમ્પાયર રિલાઈન્સ ઈન્ડસ્ટ્રીસના શેરમાં પણ જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે રિલાઈન્સની માર્કેટ કેપમાં માત્ર 4400 કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે, જ્યારે ભારતી એરટેલને સૌથી વધારે ફાયદો થયો છે. તો HDFC બેંકની માર્કેટ કેપમાં પણ વધારો થયો છે.

જો સમગ્ર માર્કેટની વાત કરીએ તો દેશની ટોપ 10 કંપનીઓમાંથી 6 કંપનીઓની માર્કેટ કેપમાં 1.40 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. તો બીજી તરફ દેશના 4 મુખ્ય મોટી કંપનીઓની માર્કેટ કેપમાં લગભગ 53 હજાર કરોડ રૂપિયાની બઢોતરી જોવા મળી છે.

આ પણ વાંચો: મુરાદાબાદથી BJP ઉમેદવાર સર્વેશ સિંહનું નિધન, PM મોદીએ વ્યક્ત કર્યો શોક

આ કંપનીઓના માર્કેટ કેપમાં મોટો ઘટાડો
– દેશની ટોચની 10 કંપનીઓમાંથી છ કંપનીઓના સંયુક્ત માર્કેટ કેપમાં રૂ. 1,40,478.38 કરોડનું નુકસાન થયું છે.
– દેશની સૌથી મોટી IT કંપની TCSનું માર્કેટ કેપ રૂ. 62,538.64 કરોડ ઘટીને રૂ. 13,84,804.91 કરોડ થયું છે, જે ટોચની 10 કંપનીઓમાં સૌથી વધુ છે.
– દેશની બીજી સૌથી મોટી આઈટી કંપની ઈન્ફોસિસને તેના મૂલ્યાંકનમાંથી રૂ. 30,488.12 કરોડના ઘટાડાનો સામનો કરવો પડ્યો હતો, જે રૂ. 5,85,936.45 કરોડ હતો.
– દેશની બીજી સૌથી મોટી ખાનગી ધિરાણકર્તા ICICI બેન્કનું માર્કેટ કેપ રૂ. 26,423.74 કરોડ ઘટીને રૂ. 7,49,023.89 કરોડ થયું છે.
– દેશની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનું માર્કેટકેપ રૂ. 14,234.76 કરોડ ઘટીને રૂ. 6,70,059.86 કરોડ થયું હતું.
– દેશની સૌથી મોટી FMCG કંપનીઓમાંની એક ITCનું મૂલ્યાંકન રૂ. 6,616.9 કરોડ ઘટીને રૂ. 5,30,350.97 કરોડ થયું છે.
– દેશની સૌથી મોટી FMC કંપનીઓ પૈકીની એક હિન્દુસ્તાન યુનિલિવરનું મૂલ્યાંકન રૂ. 176.22 કરોડ ઘટીને રૂ. 5,24,487.51 કરોડ થયું હતું.

આ કંપનીઓના માર્કેટ કેપમાં વધારો
– દેશની ટોચની 10 કંપનીઓમાંથી 4 કંપનીઓના સંયુક્ત માર્કેટ કેપમાં રૂ. 52,816.83 કરોડનો વધારો થયો છે.
– દેશની સૌથી મોટી ટેલિકોમ કંપનીઓમાંની એક ભારતી એરટેલનો એમકેપ રૂ. 37,797.09 કરોડ વધીને રૂ. 7,30,658.36 કરોડ થયો છે.
– દેશની સૌથી મોટી ખાનગી ધિરાણકર્તા HDFC બેન્કનું એમકેપ રૂ. 9,420.17 કરોડ વધીને રૂ. 11,63,314.93 કરોડ થયું છે.
– દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેનું મૂલ્યાંકન રૂ. 4,397.82 કરોડ વધાર્યું છે અને તેનું માર્કેટ કેપ રૂ. 19,90,195.52 કરોડ થયું છે.
– દેશની સૌથી મોટી વીમા કંપની LICનું એમકેપ રૂ. 1,201.75 કરોડ વધીને રૂ. 6,15,453.90 કરોડ થયું છે.