EV સેગમેન્ટમાં ટાટા ‘કિંગ’, ચાર નવી કારમાં કમાલના ફીચર્સ
દિલ્હી: માર્કેટમાં ટાટા મોટર્સના ઈલેક્ટ્રિક વાહનોની બમ્પર ડિમાન્ડ જોવા મળી રહી છે. જેને ધ્યાનમાં રાખીને ટાટા ચાર નવા ઈલેક્ટ્રિક વાહનો ટૂંક સમયમાં લોન્ચ કરી શકે છે. ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં ટાટા મોટર્સનું ઘણું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. આ વર્ચસ્વ સતત જાળવી રાખવા માટે કંપની ભારતીય બજારમાં ગ્રાહકો માટે એક પછી એક નવી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી રહી છે. ટાટા મોટર્સ ગ્રાહકો માટે Tigor EV, Nexon EV, Tiago EV અને Punch EV જેવા વાહનો લૉન્ચ કર્યા હતા. ત્યાર બાદ હવે કંપની થોડા જ સમયમાં ચાર નવા ઇલેક્ટ્રિક વાહનો લૉન્ચ કરી શકે છે. આ વર્ષમાં 2 અને આવતા વર્ષમાં 2 એવી રીતે ભારતીય બજારમાં મૂકવામાં આવશે.
આ વાહનો 2024માં ફોકસમાં હશે
ઈલેક્ટ્રિક વાહનો તમને પસંદ છે તો ટાટા કંપનીની Tata Curvv EV આગામી થોડા મહિનામાં ભારતમાં મૂકવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ આ પછી ઇલેક્ટ્રિક કાર પછી ટાટા હેરિયરનું ઇલેક્ટ્રિક મોડલ પણ લોન્ચ કરવામાં આવી શકે છે. Curvv EV વિશે વાત કરીએ તો, આ કાર Tata Motorsની આગામી ઇલેક્ટ્રિક SUV હશે. Harrier EVની વાત કરવામાં આવે તો આ SUV ગયા વર્ષે ઓટો એક્સપોમાં જોવામાં આવેલા Harrier EV કોન્સેપ્ટ પર આધારિત જોવા મળશે. એક અહેવાલ પ્રમાણે હેરિયરનું ઇલેક્ટ્રિક વર્ઝન આ વર્ષના અંત સુધીમાં વેચાણ માટે ઉપલબ્ધ થઈ શકે છે. ltroz EV ઉપરાંત, Tata Motorsની Sierra EV પણ આવતા વર્ષે લૉન્ચ કરવામાં આવી શકે છે.
આ પણ વાચો: Tata Motorsએ મારુતિ સુઝુકીને કહ્યું ‘ટાટા’, બની સૌથી મૂલ્યવાન કંપની
બજેટમાં ઓટો સેક્ટરને શું મળ્યું?
નિર્મલા સીતારમણે કહ્યું કે અમારી સરકાર દેશમાં વધુ સારી ઇલેક્ટ્રિક વ્હીકલ ઇકો સિસ્ટમ વિકસાવવા પર સતત કામ કરી રહી છે. અમારી સરકાર આવનારા વર્ષોમાં ઈ-વાહનોને વધારે વિસ્તારશે અને મજબૂત કરશે. ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન અને ચાર્જિંગને ટેકો આપવા માટે એક ઇકો સિસ્ટમ પણ બનાવામાં આવશે. આ બજેટમાં સરકારે ઈલેક્ટ્રિક વાહન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવાની અને વધારવાની દિશામાં કામ કરવાનો દાવો કર્યો છે. લિથિયમ આયન (લી-ઓન) બેટરીનો સૌથી વધુ ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનોમાં કરવામાં આવે છે. ઇલેક્ટ્રિક ફોર વ્હીલરમાં બેટરીની કિંમત 40 થી 42 રૂપિયાની આસપાસ હોય છે.
આ પણ વાચો: દાયકાઓ જૂની લુના નવા રંગ-રૂપ સાથે ફરી આવશે માર્કેટમાં…