ચાની ચૂસકી મોંઘી થશે, TATA કરશે ભાવ વધારો
Tata Tea increase prices: ભારતમાં મોટા ભાગના લોકોને ચા પીવાની પસંદ છે. ચા વગર તેમની સવાર થતી જ નથી. ચા વગર તો તેમને મૂડ આવે નહીં. કામ કોઈ પણ હોય પરંતુ ચા પહેલા. પરંતુ હવે તમારી સવાર મોંઘી થઈ જવાની છે. ટાટા ટી આગામી થોડા મહિનામાં ભાવ વધારો કરશે.
ચાના છૂટક બજારમાં 28% બજાર હિસ્સો
ટાટા ટી દેશમાં ચાના છૂટક બજારમાં લગભગ 28 ટકા બજારમાં હિસ્સો ધરાવે છે.
ચાના ભાવના વધારાને લઈને ડિસોઝાએ જણાવ્યું હતું કે એકંદરે ચાના ઉત્પાદનમાં 20 ટકાનો ઘટાડો થયો છે. આ સાથે નિકાસમાં પણ વધી ગઈ છે. ટી બોર્ડે સામાન્ય ડિસેમ્બરના બદલે નવેમ્બરના અંતમાં ચાની પત્તી તોડવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે, જેની સપ્લાય પર વધુ અસર પડશે. ટાટા ટી આગામી થોડા મહિનામાં ભાવ વધારો કરશે જેની અસર ચોક્કસ સામાન્ય લોકોની સવારમાં પડશે.
આ પણ વાંચો: દિવાળીની ખરીદી કરવા જાવ છો? આ ક્રેડિટ કાર્ડ્સ પર મળી રહી છે બમ્પર ઑફર્સ
જાન્યુઆરીથી જુલાઈ વચ્ચે ચાની નિકાસ
દેશની ચાની નિકાસ આ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ વચ્ચે વાર્ષિક ધોરણે 23.79 ટકા વધીને 14.45 કરોડ કિલોગ્રામ થઈ છે. વર્ષ 2023ના સમાન સમયગાળામાં નિકાસ 11.67 કરોડ કિલોગ્રામ થઈ હતી. જોકે, નિકાસ વસૂલાત 2024ના પ્રથમ સાત મહિનામાં વાર્ષિક ધોરણે રૂપિયા 264.96 પ્રતિ કિલોગ્રામથી ઘટીને રૂપિયા 256.37 પ્રતિ કિલોગ્રામ થઈ છે.