December 17, 2024

સોનગઢમાં ‘એક પેડ માં કે નામ’ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ કર્યું વૃક્ષારોપણ

દિપેશ માંજલપુરીયા, તાપી: તાપીના સોનગઢ ખાતે આજે વૃક્ષારોપણનો ખાસ કાર્યક્રમ યોજાયો. ‘એક પેડ માં કે નામ’ થીમ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ હાજર રાજ્ય હતા. સોનગઢ ખાતે ગૃહ રાજ્યમંત્રીની હાજરીમાં ‘એક પેડ માં કે નામ’ અંતર્ગતનો કાર્યક્રમ યોજાયો જેમાં હર્ષ સંઘવીની સાથે સાથે વનવિભાગના મંત્રી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

તાપી જિલ્લાના સોનગઢ ખાતે વનવિભાગ અને પ્રાકૃતિક સંસ્થાના સહયોગથી એક પેડ માં કે નામનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અંદાજિત સાત હજાર જેટલા વૃક્ષોના રોપાનું રોપણ કરવામાં આવ્યું હતી. જેમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ રાજ્ય ના વનવિભાગના મંત્રી મુકેશ પટેલ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.જે વેળા એ અગ્નીવિર ને પ્રાધાન્ય આપવા અંગે પણ પ્રતિક્રિયા આપી હતી.