ઉત્તરાયણને લઈ તાપી નદી સહિત અન્ય બ્રિજ ટુ વ્હીલર માટે બંધ, સુરક્ષાને ધ્યાનમાં લઈને મૂકાયો પ્રતિબંધ
Surat: રાજ્યભરમાં ઠેર-ઠેર ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે આ વચ્ચે હવે સુરત તાપી નદીના બ્રિજ સિવાયના અન્ય બ્રિજ ટુ વ્હીલર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને બ્રિજ પર અવરજવર માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉતરાયણના તહેવારમાં ટુ વ્હીલર માટે બ્રિજ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બ્રિજની શરૂઆતમાં પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર ઉત્તરાયણને ધ્યાનમાં રાખીને તાપી નદી અન્ય બે બ્રિજ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ટુ વ્હીલર ગાડીઓને બ્રિજ પર જતા અટકાવવામાં આવી છે. કેટલાક ટુ વ્હીલર ચાલકો પોલીસ સાથે જીભા જોડી કરતા પણ નજરે ચડ્યા છે. જોકે, સેફટી ગાર્ડ હોવા છતાં પણ પતંગની દોરીથી વાહનચાલકો ઇજાગ્રસ્ત થતા હોવાના કિસ્સાઓ સામે આવે છે. જ્યારે લોકોની સુરક્ષા ને લઈને બ્રિઝ પર ટુ-વ્હીલર માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. લોકો પોતાનો તહેવાર ખુશીઓથી મનાવે એટલા માટે પોલીસ રસ્તા પર કામગીરી કરી રહી છે.
આ પણ વાંચો: અત્યારે એકમાત્ર BJPનો પવન છે… પૂર્વ CM વિજય રૂપાણીએ આપ્યું નિવેદન